યુવકનું ધર્મ પરિવર્તન:વડોદરામાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરીને વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન કર્યું, વડોદરા જિલ્લા મજીસ્ટ્રેટે મંજૂરી આપી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક અને યુવતીએ 2016માં પરિવારની મરજીથી હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતા
  • વિધર્મી યુવાને જિલ્લા મેજીસ્ટ્રેટ-કલેક્ટર પાસે હિન્દુ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી
  • વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટે યુવાનની અરજી માન્ય રાખીને હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી

વડોદરા શહેરના વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ પોતે ધર્મ પરિવર્તન કર્યું હતું. વિધર્મી યુવાને જિલ્લા મેજીસ્ટ્રેટ-કલેક્ટર પાસે હિન્દુ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. જે અરજી જિલ્લા મેજિસ્ટ્રેટે માન્ય રાખી હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી હતી.

2016માં પરિવારજનોની મરજીથી હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યાં હતા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ઐયુબખાન મલેક(નામ બદલ્યું છે)ને વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં રહેતી અનિતા(નામ બદલ્યું છે) નામની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ચાર-પાંચ વર્ષ સુધી ચાલેલા પ્રેમ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 2016માં પરિવારજનોની મરજીથી હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યાં હતા. ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન ઐયુબખાને પોતાના ધારાશાસ્ત્રી મારફતે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટેની મંજૂરી માંગતી અરજી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ-કલેક્ટરમાં કરી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટે યુવાનની અરજી માન્ય રાખીને હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઐયુબખાનને હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે મંજૂરી આપતો હુકમ કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ ઐયુબખાન અને અનિતા સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...