તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Youth Caught In A Love Trap On Social Media And Raped A Hindu Married Woman Threatening To Make A Pornographic Photo Viral In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ-જેહાદ:વડોદરામાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે હિન્દુ પરિણીત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી ઝુબેરઅલી પઠાણ - Divya Bhaskar
આરોપી ઝુબેરઅલી પઠાણ
 • લક્ષ્મીપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી

સોશિયલ મીડિયા પર મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પરિણીત યુવતીને ધમકીઓ આપીને બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અવાર-નવાર મુલાકાત દરમિયાન યુવાને યુવતીના અશ્લિલ ફોટા પાડી લીધા હતા. તે ફોટા દ્વારા બ્લેકમેલ કરીને મુસ્લિમ યુવાન યુવતીની સાસરીમાં જતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. પોલીસે હવસખોર યુવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે પરિણીતાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરામાં રહેતી પારૂલના(નામ બદલ્યું છે) લગ્ન થયેલા છે અને પરિવાર સાથે રહે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી પારૂલને ઝુબેરઅલી ઝુલ્ફીકાર પઠાણે(રહે, જીયા રેસિડેન્સી, મધુનગર, ગોરવા) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ પારૂલે સ્વિકારી લીધી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને ડિસેમ્બર-2019થી નવેમ્બર-2020 દરમિયાન અવાર-નવાર મળતા હતા. અને ફોન ઉપર વાતો પણ કરતા હતા અને સોશિયલ મીડિયા પર ચેટ પણ કરતા હતા.

પરિણીતાના ફોટો પાડ્યા બાદ વાઈરલ કરવાની ધમકી આપતો હતો
વિવિધ વિસ્તારોમાં મુલાકાત દરમિયાન ઝુબેરઅલી પઠાણે પારૂલના ફોટા પાડી લીધા હતા અને તેના સાસુ-સસરા તેમજ પતિની વિગતો મેળવી લીધી હતી. વિગતો મેળવ્યા બાદ ઝુબેરઅલી પઠાણ તેના ઘરે પહોંચી જતો હતો અને ફોટા બતાવીને વાઈરલ કરવાની તેમજ પતિને મોકલી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત હવસખોર ઝુબેરઅલીએ પારૂલના અશ્લિલ ફોટા પણ પાડી લીધા હતા. ઝુબેરઅલી પારૂલને મળવાની ઇચ્છા થાય ત્યારે ફોન કરતો હતો. જો પારૂલ ફોનમાં કોઇ જવાબ કે મેસેજનો પણ રિપ્લાય ન આપે ત્યારે હવસખોર ઝુબેરઅલી અશ્લિલ ફોટા વાઈરલ કરવાની તેમજ પતિને મોકલી દેવાની ધમકી આપતો હતો. આથી ગભરાઇ જતી પારૂલ ઝુબેરની વશ થઇ જતી હતી.

યુવકથી ત્રાસી ગયેલી યુવતીએ પરિવારને જાણ કરી હતી ધમકીઓ આપીને અવાર-નવાર હવસ પુરી કરવા માટે ઘરે પહોંચી જતાં ઝુબેરઅલી પઠાણથી ત્રાસી ગયેલી પારૂલે તેના પરિવારને વાત કરી હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ પારૂલે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઝુબેરઅલી પઠાણ સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં હવસખોર ઝુબેરઅલી પઠાણ ગોરવા બી.આઇ.ડી.સી. સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની વધુ તપાસ પી.આઇ. જે.એમ. ચૌધરીના માર્ગદર્શન મહિલા પી.એસ.આઇ. આર.કે. ગોસાઇ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી અને યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી અને યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા ઉપર મિત્રો બનાવવાની હોડમાં ક્યારેક યુવતીઓ ફસાઇ જતી હોય છે અને હવસખોરીનો સ્વિકાર બને છે. નોંધનીય છે કે, તાજેતરમાં મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરી લેનાર હિન્દુ યુવતીના કિસ્સાએ ભારે ચકચાર જગાવી મૂકી હતી. ત્યાં વધુ એક પરિણીત હિંદુ યુવતી મુસ્લિમ યુવાન ઝુબેરઅલી પઠાણના ચક્કરમાં ફસાઇ જવાના બનેલા કિસ્સાએ ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો