ન્યાય અભિયાન:આઉટસોર્સિંગના બહાને યુવાનોનું શોષણ થાય છે: અર્જુન મોઢવાડિયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગ ખાતે સામાજિક ન્યાય અધિકાર માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં સંકલ્પ લીધો હતો. - Divya Bhaskar
કમાટીબાગ ખાતે સામાજિક ન્યાય અધિકાર માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં સંકલ્પ લીધો હતો.
  • કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતેથી કોંગ્રેસે ન્યાય અભિયાન શરૂ કર્યું
  • પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં હાલની સરકાર સરેઆમ નિષ્ફળ

ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોની હત્યા થઇ હોઇ, તે વિચારોનો અમલ કરવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના કોંગી નેતાઓએ કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે સંકલ્પ લઇ ન્યાય અભિયાનનું રણશિંગુ ફૂક્યું હતું. પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સ્તરે આંદોલન ચલાવાઈ રહ્યું છે. તેવામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વડોદરા આવી કમાટીબાગ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે દર્શન કરી ન્યાય અભિયાનનો આરંભ કર્યો છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ડો.આંબેડકરે આ સ્થળેથી પોતાના વિચારો દેશને સમર્પિત કરી તે વિચારોની આગેવાની માટે સંકલ્પ લીધો હતો.9ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ-વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવાય છે. આદિવાસીના હકોનું હનન થયું છે. દેશના પબ્લિક સેન્ટર યુનિટને વેચી ખાનગીકરણ થયું, દેશના યુવાનોનું આઉટસોર્સિંગના બહાને શોષણ થઇ રહ્યું છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સરકાર સાવ નિષ્ફળ છે.