વ્યૂહ રચના:ભાજપથી નારાજ થયેલા નેતાઓ પર આપની નજર

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના વિકાસ દૂબે સાથે આપની બેઠક

મ.સ. યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીનેતા અને યુવા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા વિકાસ દુબેએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભાજપમાંથી સાઇડ ટ્રેક કરાયેલા અને નારાજ નેતાઓને વિધાનસભા પહેલા આપમાં જોડવાની વ્હયુ રચના ભાગ રૂપે નેતાઓ સાથે આપના નેતાઓ મુલાકાત કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવીએ વિકાસ દુબેને અમદાવાદ બોલાવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા ઓફર કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાઇડ ટ્રેક કરાયેલા અને નારાજ નેતાઓને પાર્ટીમાં જોડવા આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. પૂર્વ વિદ્યાર્થી નેતા વિકાસ દુબેએ જણાવ્યું હતંુ કે, આપના નેતાઓએ મને મળવા બોલાવ્યો હતો જેથી ગયો હતો. મને આમ આદમી પાર્ટી જોઇન કરવા માટેની ઓફર કરવામાં આવી છે. જોકે આ વિશે કશું વિચાર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...