તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો:વડોદરાના નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા, કોઇએ માસ્ક ન પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
ક્રિકેટ રમવા આવેલા યુવાનો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા
  • નવલખી મેદાનમાં દર રવિવારે મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવી રહ્યા છે. વડોદરાના નવલખી મેદાન ખાતે ક્રિકેટ રસિકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિકેટ રમવા આવેલા યુવાનો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા.

દર રવિવારની જેમ યુવાનો ક્રિકેટ રમવા નવલખી મેદાનમાં ઉમટ્યા
વડોદરાના નવલખી મેદાનમાં દર રવિવારે મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે અને આજે પણ યુવાનો ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા

વડોદરાના બજારોમાં રોજેરોજ ભીડ જામે છે
કોરોનાની ઘાતક નીવડેલી બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર પણ આવવાની પુરેપુરી સંભાવના છે, ત્યારે હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ કોરોનાથી બચાવી શકે તેમ છે. તેમ છતાં વડોદરાના બજારોમાં રોજેરોજ ભીડ જામતી જોવા મળે છે. લોકો માસ્ક પહેરવાનું પણ હવે ભૂલી રહ્યા છે. જે આવનારા દિવસોમાં ઘાતક નીવડી શકે છે.

વડોદરાના નવલખી મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
વડોદરાના નવલખી મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
અન્ય સમાચારો પણ છે...