યુવતી સામે કાર્યવાહી:વડોદરામાં કોમર્સ ફેકલ્ટીની દિવાલ પાસે જાહેર રસ્તા પર પુરુષોને અભદ્ર ઇશારા કરતી યુવતી પકડાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા પોલીસે 15 દિવસમાં પોલીસે 18 રોમિયાને પકડી પાડ્યા છે

વડોદરા શહેરમાં એક તરફ શી ટીમ દ્વારા યુવતીઓની છેડતી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જાહેરમાં પુરુષોને ચેનચાળા કરતી યુવતીઓ સામે પણ કાર્યવાહી કરાઇ છે. જેમાં સયાજીગંજ વિસ્તારમાં કોમર્સ ફેકલ્ટીના ગેટ પાસે પુરૂષોને ઇશારા કરતી યુવતીને પોલીસે ઝડપી લીધી હતી.

પોલીસે ઇશારા કરી રહેલી યુવતીને પકડી લીધી
પોલીસને બાતમી મળી હતી કે એક યુવતી સયાજીગંજ મનુભાઇ ટાવર સામે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની દિવાલ પાસે ઝાડની આડાશમાં ઉભી રહી રસ્તે જતાં પુરુષોને અભદ્ર ઇશારા કરી લલચાવી રહી છે. જેને આધારે મહિલા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ઇશારા કરી રહેલી યુવતીને પકડી લીધી હતી. પૂછપરછ દરમિયાન યુવતી શહેરના ડભોઇ રોડ પર આવેલા આવાસમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

15 દિવસમાં પોલીસે 18 રોમિયાને પકડી પાડ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં શી ટીમ દ્વારા છેલ્લા 15 દિવસમાં બાગ-બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર રસ્તાઓ પર યુવતીઓને અભદ્ર ચેનચાળા કરતા 18 રોમિયાને પકડી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...