રોમિયોની જાહેરમાં ધોલાઇ:વડોદરામાં આજે વેલેન્ટાઇન ડેએ યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ માર મારીને વરઘોડો કાઢ્યો

વડોદરા6 મહિનો પહેલા
લોકોએ રોમિયોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે
  • રોમિયાના વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

વડોદરા શહેરમાં આજે યુવાઓ દ્વારા વેલેન્ટાઇન ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ નવીનગરીમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને સ્થાનિક લોકોએ ઝડપી પાડી માર મારી વરઘોડો કાઢ્યો હતો. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. જોકે, આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

નવીનગરીમાં યુવતીની છેડતી
મળેલી માહિતી પ્રમાણે આજે વેલેન્ટાઇન ડેની શહેરમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તો કેટલાક યુવાનો, યુવતીઓ અને કેટલાક સંગઠનો દ્વારા પુલવામાં 40 જવાનો શહિદ થવાની બનેલી ઘટનાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સયાજીગંજ નવીનગરી જેવા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી.

સયાજીગંજ નવીનગરીમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને સ્થાનિક લોકોએ ઝડપી પાડી માર મારી વરઘોડો કાઢ્યો હતો
સયાજીગંજ નવીનગરીમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને સ્થાનિક લોકોએ ઝડપી પાડી માર મારી વરઘોડો કાઢ્યો હતો

લોકોએ રોમિયોને માર મારીને વરઘોડો કાઢ્યો
સયાજીગંજ નવીનગરીમાં યુવતીની છેડતી કરનાર યુવાનને સ્થાનિક લોકોએ યુવાનને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો અને તેને મેથીપાક ચખાડીને વિસ્તારમાં તેનો વરઘોડો કાઢ્યો હતો. યુવતીની છેડતી કરનાર યુવાનનો વરઘોડો કાઢતા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી અને આ યુવાનના વરઘોડામાં લોકો જોડાતા ગયા હતા. છેડતી કરનાર યુવાનના લોકોએ કપડાં પણ કાઢી નાખ્યાં હતા અને બનિયન સાથે તેને વિસ્તારમાં ફેરવ્યો હતો.

રોમિયાના વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
રોમિયાના વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

શહેરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઇ
આજે વેલેન્ટાઇન ડેના પગલે શહેરના ખંડેરાવ માર્કેટ ફૂલ માર્કેટમાં રંગબેરંગી ગુલાબની ધૂમ ખરીદી થઇ હતી. તે સાથે ગુલાબના ફૂલોથી શણગારેલા ગુલાબની પણ ધૂમ વેચાણ થયું હતું. શહેરના કમાટી બાગ સહિત બગીચાઓમાં, કોલેજ કેમ્પસ, મલ્ટીપ્લેક્ષ થીયેટરો તેમજ વડોદરા નજીક આવેલા પિકનીક સ્પોટ ઉપર પણ પ્રેમી-પંખીડાઓનો ભારે ધસારો રહ્યો હતો. તો બીજી બાજુ શહેરમાં સામાજિક પ્રવૃત્તીઓ કરતા યુવાનો દ્વારા ગરીબોને જમાડીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.

બનિયન પહેરેલા રોમિયોને લોકોએ ફેરવ્યો હતો
બનિયન પહેરેલા રોમિયોને લોકોએ ફેરવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...