તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા લવ-જેહાદ મામલો:ફરિયાદી યુવતી અને તેની માતાને ધમકી, ‘રોડ પર આવો, તમને જીવતાં નહીં છોડીએ’; તો સાજિદ બોલ્યો, ‘તારી બેનને ઉપાડી જઈશું’

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી મોહિબ પઠાણ અને મોહસિન પઠાણ. - Divya Bhaskar
આરોપી મોહિબ પઠાણ અને મોહસિન પઠાણ.
  • 24મી જૂને બનેલી ઘટનાની ફરિયાદ પોલીસે 4 દિવસ બાદ નોંધી
  • મોહિબના 2 ભાઈ, ભાભી, માતા સામે ગુનો નોંધાયો

લવ-જેહાદપ્રકરણમાં પીડિતાએ બીજી ફરિયાદ નોંધાવી છે. 24મીએ મોહિબ પઠાણના પરિવારે તેની માતાના ઘરમાં ઘૂસી પુત્રને લઈ જવાનો પ્રયાસ કરી ધમકી આપી હતી. દિયરે નાની બહેનને ઉઠાવી જઈશું એવી ધમકી આપતાં પીડિતાએ મોહિબના 2 ભાઈ, ભાભી અને માતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે 24મીની ઘટના અંગે 4 દિવસ બાદ ફરિયાદ નોંધાતાં પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.

ડાબી બાજુથી મોહિબ પઠાણ, મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તિયાઝ પઠાણ(પિતા)
ડાબી બાજુથી મોહિબ પઠાણ, મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તિયાઝ પઠાણ(પિતા)

4 દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધતાં સવાલ
જૂના છાણી રોડ પર રહેતા મોહિબે પાટીદાર યુવતીને પ્રેમમાં ફસાવી તેને પોતાનો ધર્મ પાળવાની છૂટછાટ આપવાની ખાતરી આપ્યા બાદ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ મોહિબે તેનો અસલ રંગ બતાવ્યો હતો. તેણે પીડિતાને નિકાહનામું પઢાવી નમાઝ પઢવા દબાણ કર્યું હતું. તદુપરાંત મોહિબ અને તેના પરિવારે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. મહામહેનતે મોહિબના ઘરમાંથી નીકળી પીડિતાએ તેની માતાના ઘરે આવીને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે પતિ મોહિબ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી.

આરોપીનાં સગાંએ ઘરમાં આવી હલ્લો કર્યો
23મી તારીખે મોડી રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ 24મી તારીખે વહેલી સવારે પીડિતાની માતા ઘર નજીક દૂધ લેવા ગઈ હતી અને પીડિતા, તેની નાની બહેન અને 3 મહિનાનો પુત્ર ઘરે હતાં ત્યારે મોહિબનો નાનો ભાઈ સાજિદ ઈમ્તિયાઝ પઠાણ, મોટો ભાઈ વસીમ ઈમ્તિયાઝ પઠાણ, મોટા ભાઈની પત્ની શબનમ મોહસિન પઠાણ અને શબાના ઈમ્તિયાઝ પઠાણ તેના ઘરમાં ઘૂસી આવ્યાં હતાં. શબનમ પઠાણે ઘોડિયામાં સૂઈ રહેલા પીડિતાના પુત્રને કાઢી લઈ બોલાચાલી કરી તેં ખોટી ફરિયાદ કરી છે, આ છોકરો અમારો છે, એમ કહી ઝઘડો કર્યો હતો.

બહેનને ઉપાડી જવાની ધમકી આપી
તદુપરાંત મોહિબના ભાઇ સાજિદે પીડિતાની 12 વર્ષની બહેનને ઉઠાવી જવાની ધમકી આપી હતી. જોકે પીડિતા અને તેની માતાએ ચારેયનો હિંમતભેર સામનો કરતાં તેઓ રવાના થયાં હતાં. તેમણે રોડ પર આવો, તમને જીવતા નહીં છોડીએ, એમ કહી ધમકાવ્યા હતા. ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

164 મુજબનું નિવેદન લેવાયું
પાટીદાર યુવતીને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાના બનાવમાં આરોપી પતિ મોહિબ સહિત ત્રણ આરોપીને જેલમાં મોકલી અપાયા છે. આ બનાવમાં સોમવારે પીડિતાનું મેજિસ્ટ્રેટ સામે 164 મુજબનું નિવેદન લેવાયું હતું.