તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ન આપતા મહિલા યુવા કાર્યકર ચોધાર આસુંએ રડી પડી

વડોદરા24 દિવસ પહેલા
કોંગ્રેસ દ્વારા મને ટિકિટ ન આપીને મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છેઃ જોગેશ્વરી મહારાઉલ
  • 20 વર્ષની કામગીરીના બદલામાં પક્ષે મારી સાથે ભારોભાર અન્યાય કર્યોઃ મહિલા યુવા કાર્યકર

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે ફોન કરી ઉમેદવારોને અંતિમ ઘડીએ મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની અનગઢ અને રણોલી બેઠક ઉપરથી ટિકિટ માગનાર યુવા કાર્યકર જોગેશ્વરી મહારાઉલને ટિકિટ ન મળતા ચોધાર આસુંએ રડી પડી હતી. વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ અને રનોલી બેઠક ઉપરથી ટિકિટ ન મળતા યુથ કોંગ્રેસ અગ્રણી જોગેશ્વરી મહારાઉલે રડતા રડતા મોવડી મંડળ સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 20 વર્ષની કામગીરીના બદલામાં પક્ષે મારી સાથે ભારોભાર અન્યાય કર્યો છે. પરંતુ હું પક્ષને વફાદાર રહીને કોંગ્રેસના ઉમેદવારો માટે કામ કરીશ.

પક્ષ આવો બદલો આપશે એવું સપનામાં પણ વિચાર્યું ન હતું
જોગેશ્વરી મહારાઉલે વધુમાં જણાવ્યું હતું કે, હું અનગઢ ગામની રહેવાસી છું. જિલ્લા પંચાયતની અણગઢ અને રણોલી બેઠક માટે મેં ટિકિટની માગણી કરી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા મને ટિકિટ ન આપીને મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેના માટે હું દુઃખ અનુભવી રહી છું. હું પક્ષમાં છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહી છું મને અંતિમ ઘડી સુધી આશા હતી કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવશે પરંતુ છેલ્લી ઘડીએ મારી ટિકિટ બંને બેઠકો પરથી કાપી નાખવામાં આવી છે જેનું મને ભારે દુઃખ છે. પક્ષ મને આવો બદલો આપશે એવું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. આજે મારે ટિકીટ માટે ભીખ માગવાનો વારો આવ્યો છે.

મહિલા કાર્યકરે રોષ ઠાલવતા કોંગ્રેસીઓ એકઠાં થઈ ગયા.
મહિલા કાર્યકરે રોષ ઠાલવતા કોંગ્રેસીઓ એકઠાં થઈ ગયા.

પક્ષમાં સક્રિય અને શિક્ષિત હોવા છતાં કોંગ્રેસમાંથી ટિકિટ ન આપી
જોગેશ્વરી મહારાઉલે વધુમાં જણાવ્યું હતું કે, હું પક્ષમાં સક્રિય અને શિક્ષિત હોવા છતાં કોંગ્રેસમાંથી ટિકિટ આપી નથી અને પક્ષે ભલે મને ટિકિટ આપી નથી પરંતુ હું પક્ષ સાથે ગદ્દારી કરું નહીં. પક્ષ માટે હું વફાદાર છું અને વફાદાર રહીશ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોલેજ પૂરી કર્યા બાદ હું રાજકારણમાં કેરીયર બનાવવા માટે આવી હતી તેની સાથે સમાજની સેવા કરવી મારો ઉદેશ હતો જેના કારણે હું પક્ષ સાથે જોડાઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી હતી. પરંતુ પક્ષે મારી કદર કરી નથી, તેનું મને દુઃખ છે. મને પક્ષ દ્વારા ખરેખર અન્યાય કરવામાં આવ્યો છે.

ટિકિટ ન મળતા નારાજ થયેલા યુવા મહિલા કાર્યકરે રોષ વ્યક્ત કર્યો.
ટિકિટ ન મળતા નારાજ થયેલા યુવા મહિલા કાર્યકરે રોષ વ્યક્ત કર્યો.

ટિકિટ ન મળતા નારાજ થયેલા દાવેદારોએ પક્ષ સામે રોષ વ્યક્ત કર્યો
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ તાલુકા અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ઉમેદવારીપત્રો ભરવાના સ્થળે ટિકિટ ન મળતા નારાજ થયેલા દાવેદારોએ પક્ષ સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં અનગઢ ગામની રહેવાસી અને યુવા કોંગ્રેસ કાર્યકર જોગેશ્વરી મહારાઉલે રડતા રડતા પક્ષ સામે રોષ ઠાલવતા તેને કાર્યકરોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આ સાથે રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો