તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:વડોદરાના લુણા ગામ પાસે કંપનીમાંથી યુવક-યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા, ગળાના ભાગે ઊંડા ઘા, બંનેની હાલત ગંભીર

વડોદરા3 મહિનો પહેલા
લુણા ગામ પાસે આવેલી BDR લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી યુવક અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા
  • ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • યુવતી તાજેતરમાં મેટરનિટી લીવ ઉપરથી નોકરી ઉપર પરત ફરી હતી
  • યુવક અને યુવતી ભાનમાં આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે

પાદરા તાલુકાના લુણા ગામ પાસે આવેલી BDR લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી યુવક અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગળાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

બંનેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ પાસે BDR લાઇફ સાયન્સીસ પ્રા.લિ. નામની કંપની આવેલી છે. આ કંપનીમાં દવાઓનું ઉત્પાદન થાય છે. કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી સોમવારે મોડી સાંજે 28 વર્ષિય સુવર્ણાબહેન પ્રશાંતભાઇ ડોરીક(રહે, વડોદરા) અને 22 વર્ષિય અશ્વિન રાજેશભાઇ પરમાર નામનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તત્કાલિક ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બંનેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં તેઓના રાત્રે જ ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. હાલ બંને હોસ્પિટલના ICUમાં બેભાન અવસ્થામાં હોવાનું પાદરા પોલીસે જણાવ્યું હતું.

ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

યુવતી મેટરનિટી લીવ ઉપરથી નોકરી ઉપર પરત ફરી હતી
મળેલી માહિતી પ્રમાણે સુવર્ણાબહેન ડોરીક પરિણીત છે. તાજેતરમાં જ તે મેટરનિટી લીવ ઉપરથી નોકરી ઉપર પરત ફર્યા હતા. તે માઇક્રો બાયોલોજીસ્ટ થયેલી છે, જ્યારે અશ્વિન કોન્ટ્રાક્ટમાં લેબ બોય તરીકે નોકરી કરે છે. મોડી સાંજે સુવર્ણાબહેન ડોરીક અને અશ્વિન પરમાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા કંપનીમાં તેમજ લુણા ગામ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઇ
દરમિયાન આ બનાવની જાણ કંપનીના એચ.આર. વિભાગના જયેશભાઇ, જુનિયર ઓફિસર પ્રકાશભાઇ, સિક્યુરીટી જવાનોને થતાં તેઓ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ખાતે દોડી ગયા હતા. આ સાથે આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને કંપનીમાંથી તેમજ હોસ્પિટલોમાંથી ઇજાગ્રસ્તો અંગે પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

યુવતી તાજેતરમાં મેટરનિટી લીવ ઉપરથી નોકરી ઉપર પરત ફરી હતી
યુવતી તાજેતરમાં મેટરનિટી લીવ ઉપરથી નોકરી ઉપર પરત ફરી હતી

બંનેના નિવેદનો લીધા બાદ ચોક્કસ વિગતો બહાર આવશે
પાદરાના પોલીસ મથકના પી.આઇ. એસ.એ. કરમુરેએ જણાવ્યું હતું કે, કંપનીનો ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પ્રોહિબિટેડ છે. આ ડિપાર્ટમેન્ટમાં પરમિશન વગર કોઇ જઇ શકતું નથી. પ્રાથમિક તબક્કે બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, જ્યાં સુધી ઇજાગ્રસ્ત સુવર્ણા અને અશ્વિન ભાનમાં આવે નહીં ત્યાં સુધી સુવર્ણા અને અશ્વિન કેવી રીતે ઇજા પામ્યા, તે અંગે કહી શકાય નહીં. તેઓ ભાનમાં આવે તેની રાહ જોવાઇ રહ્યા છે. તેઓ ભાનમાં આવ્યા બાદ તેઓના નિવેદનો લીધા બાદ ચોક્કસ વિગતો બહાર આવશે.

પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કંપનીના સિનિયર ઓફિસર પૃથ્વીસિંહ અરવિંદસિંહ બારડે(રહે. બારડ ફળીયું, ડબકા ગામ, પાદરા) પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.આઇ. એસ.એ. કરમુરે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...