તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Young Man Will Use Wedding Expenses Against Inflation: Competition Organizers Will Give Petrol, Milk, Gas Bottles, Rations To The Winner

મોંઘવારી સામે મૌન તોડવા આહવાન:વડોદરાનો યુવક લગ્નનો ખર્ચ મોંઘવારીના વિરોધમાં વાપરશે; વિવિધ સ્પર્ધા યોજી વિજેતાને પેટ્રોલ, દૂધ, ગેસ બોટલ, રાશન આપશે

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મોંઘવારી પર પેઇન્ટિંગ, ગીત, કોમેડી વીડિયો, કવિતા, નિબંધની સ્પર્ધાનું આયોજન

મોંઘવારી સામે લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવે તે માટે તેમણે બોલે શું તરફથી અનોખી સ્પર્ધા રાખી છે, જેમાં 1થી 10 મહિના સુધી પેટ્રોલ, દૂધ, ગેસ સિલિન્ડર અને રાશન કીટ જીતવાની તક આપવામાં આવી છે.

મોંઘવારીનો વિરોધ કરતી વિવિધ પ્રવૃતિ કરવા જણાવ્યું
ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા થકી સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ 500 લોકોને દૂધની 1 થેલી મફત અપાશે. સ્વેજલ વ્યાસના બે મહિના બાદ લગ્ન છે ત્યારે તેણે લગ્નનો ખર્ચ સ્પર્ધામાં ડાઇવર્ટ કર્યો છે અને પોતે સાદાઈથી લગ્ન કરશે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મોંઘવારી પર પેઇન્ટિંગ બનાવવું, ગીત બનાવવું, કોમેડી વીડિયો, ડાન્સ કે નાટક, સ્પીચ મૂકવી, કવિતા, ફોટોગ્રાફી કરવી અને મોંઘવારી માટે જે આવડે તે કરવાનું છે. જે સોશિયલ મીડિયામાં મૂકતા પહેલાં એટલું જ લખવાનું છે કે, હું મોંઘવારીના વિરોધમાં ટીમ રિવોલ્યુશન દ્વારા સ્પર્ધા રાખી છે, એમાં ભાગ લઉં છું અને ત્યાર બાદ પોસ્ટ અપલોડ કરવાની છે.

20 જુલાઈ છેલ્લી તારીખ
આ સ્પર્ધામાં સ્પર્ધકે પેટ્રોલ, દૂધ,ગેસનો બોટલ કે જે માગે છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને તેમાં જે તે સ્પર્ધકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનું રહેશે અને 1 ઓગસ્ટના બપોરે 1 વાગ્યા પહેલાં પોસ્ટ મૂકવાની રહેશે. દૂધમાં ટોપ 10 વિજેતાને 1 માસનું દૂધ અપાશે તો પેટ્રોલમાં ટોપ 10 વિજેતાને 1 મહિનાનું પેટ્રોલ તો ગેસનાં સિલિન્ડરમાં પણ ટોપ 10 વિજેતાને 1 મહિનાનો 1 સિલિન્ડર અપાશે. જ્યારે રાશન કિટમાં 10 વિજેતાને પ્રાથમિકતા અપાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ છે અને વિજેતાના નામ 2 ઓગસ્ટે જાહેર કરાશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમ

 • નક્કી કરવામાં આવેલા સમય પર પોસ્ટ મૂકવાની રહેશે અને સ્પર્ધાની છેલ્લી તારીખ સુધીની પોસ્ટ ચેક કરાશે.
 • જો કોઈએ 10 પોસ્ટ મૂકી અને જે પોસ્ટમાં સૌથી વધારે લાઇક શેર થઈ, કોમેન્ટ વધારે આવી અને મોંઘવારીનો સારો મેસેજ હશે તો જે સિલેક્ટ થયું હોય તેમાં એટલા મહિનાનાં ઇનામ મળશે.
 • સ્પર્ધામાં વિજેતા થયેલી વ્યક્તિને ઈનામના પૈસા રોકડા અથવા તો ઓનલાઈન મોકલવામાં આવશે
 • મોંઘવારીનો મેસેજ કેવી રીતે બનાવવામાં આવ્યો છે તે જોવામાં આવશે અને તેના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.