તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પશ્ચિમ બંગાળથી નોકરી કરવા વડોદરા આવેલા યુવાને ટ્રકમાં ગળે ફાંસો ખાધો, માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
25 વર્ષીય યુવાને ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું - Divya Bhaskar
25 વર્ષીય યુવાને ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
  • યુવાન 15 દિવસથી વડોદરા આવ્યો હતો અને બનેવી સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એકતાનગર પાસે 15 દિવસ પહેલા પશ્ચિમ બંગાળથી નોકરી અર્થે વડોદરા આવેલા 25 વર્ષીય યુવાને ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર યુવાને માનસિક બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

યુવાન 15 દિવસથી વડોદરા આવ્યો હતો
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી એકતાનગર પોલીસ ચોકીની સામેની ગલીમાં રહેતા જલ્લાલુદીન સમીરઅલી મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે વસવાટ કરે છે અને ટ્રાન્સપોર્ટમાં પોતાનો ટ્રક ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના બિલ્લોગ્રામ તાલુકના ભૂતા ગામમાં પરિવાર સાથે રહેતા 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખને નોકરીની જરૂરિયાત હોવાથી વડોદરા રહેતા બનેવી જલ્લાલુદીનને ત્યાં છેલ્લા 15 દિવસથી રહેવા આવ્યો હતો અને શરૂઆતમાં બનેવી સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો.

યુવાન 15 દિવસથી વડોદરા આવ્યો હતો અને બનેવી સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો
યુવાન 15 દિવસથી વડોદરા આવ્યો હતો અને બનેવી સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો

યુવાને ટ્રકમાં ગળે ફાંસો ખાધો
દરમિયાન મંગળવારે વહેલી સવારે 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખે માનસિક બીમારીથી કંટાળી ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જોકે, 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખે બનેવીની ટ્રકમાં ગળેફાંસો ખાઇને જીવન ટુકવતા બનાવની જાણ બનેવી જલ્લાલુદીનને થઇ હતી. જેથી તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થ સયાજી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આપઘાત કર્યો
આ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી ફાલ્ગુનીબેન રત્નાભાઇ રાજપૂત(ઉ.25)એ સગાઇ થયા બાદ જાતે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી. રહસ્યમય સંજોગોમાં ફાલ્ગુની બેને પોતાની જાતે જ દવાનું ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ કરતા ફાલ્ગુની રાજપૂતે લીધેલા ઇન્જેક્શન તેમજ દવાની બોટલ મળી આવતા કબજે લીધી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો(પ્રતિકાત્મક તસવીર)
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો(પ્રતિકાત્મક તસવીર)

બેરોજગાર યવાને આત્મહત્યા કરી
આ ઉપરાંત બીજા એક બનાવમાં વડોદરાના ગોરવા-કરોડિયા રોડ પર આવેલા નિલેશનગરના રહેવાસી અશ્વિનભાઇ વસંતભાઈ પંચાલે કોરોનાના કારણે આવેલા લોક‌ડાઉનમાં રોજગારી ગુમાવી હતી. કેટલાય સમયથી બેરોજગાર હતા. પરિણીત અશ્વિનભાઇને પત્ની સાથે કોઈ કારણસર અણબનાવ બનતા 6 મહિના‌ અઞાઉ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ માસૂમ દીકરી તેમની પાસે હતી. અશ્વિનભાઇ પંચાલને દીકરીના ભાવિ અંગેની ચિંતા સતાવી રહી હતી. જેથી આવેશમાં આવી જન્માષ્ટમીના દિવસે પોતાના ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે પંચાલ પરિવારમાં જન્માષ્ટમીના ઉત્સવની લાગણી શોક પરિણમી હતી.

કિશોરીએ આપઘાત કર્યો
આપઘાતના ત્રીજા બનાવમાં વડોદરાના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પલેક્ષ પાસે આવેલ રણછોડ પાર્કમાં રહેતી ઉર્વશી સુથાર (ઉં.16 )તેના પરિવાર સાથે રહેતી હતી. સોમવારે તેણીએ રાત્રિના સમય દરમિયાન અગમ્ય કારણોસર મકાનના ઉપલા માળે જઈ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરવામાં આવી હતી. તુરંત જ પોલીસ બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...