દારૂ પીને ધમાલ કરતા બે પકડાયા:વડોદરામાં દારૂ પી યુવતીની છેડતી કરતો યુવક અને SSC બોર્ડની ઓફિસની પાસે દારૂ પી ઝઘડો કરતો શખ્સ પકડાયો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દારૂ પી જાહેર રોડ પર ધમાલ મચાવતા શખ્સને પોલીસે શી ટીમને સાથે રાખીને ઝડપી લીધો હતો. આ સિવાય શહેરમાં સમા અને નવાપુરામાં SSC બોર્ડની આફિસની બાજુમાં એક-એક શખ્સ દારૂ પીધેલા પકડાયા છે.

યુવક દારૂ પીને ધમાલ કરતો હતો
ગત રાત્રે પોલીસને બાતમી મળી હતી કે, ફતેગંજ બ્રિજ નીચે અલ્કા હોલટની બાજુમાં એક યુવક યુવતીની છેડતી કરી રહ્યો છે અને દારૂ પીને ધમાલ કરી રહ્યો છે. જેના આધારે ફતેગંજ પોલીસની ટીમ શી ટીમને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં દારૂ પીધેલી હાલતમાં ધમાલ કરતા હુસૈન ઇમ્તિયાઝ પઠાણ (રહે. મોટી મસ્જીદ પાસે, ફતેગંજ, વડોદરા)ની અટકાત કરી બ્રિથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં હુસૈન નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.

બીજી તરફ શહેરના સમા વિસ્તારમાં પ્રીંસોફર શશિકાન્ત ઠાકોર (રહે. પેંશનપુરા, ફતેગંજ, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો. જ્યારે નવાપુરા વિસ્તારમાં SSC બોર્ડની ઓફિસની બાજુમાં દારૂ પીને ઝઘડો કરી રહેલા રાજુ પ્રતાવરાવ લોનકર (રહે. નવાપુરા મરાઠી મહોલ્લો, વડોદરા) પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...