અંગત અદાવતમાં હત્યા:વડોદરા પાસે અનગઢ ગામમાં ખેતરમાંથી અવરજવર કરવા બાબતે ઠપકો આપતા યુવાનને માથામાં ડંડા ફટકાર્યા, સારવાર દરમિયાન મોત

વડોદરા17 દિવસ પહેલા
અનગઢ ગામમાં જૂની અદાવતમાં માતા સાથે રહેતા પુત્રની નિર્મમ હત્યા થઇ
  • નંદેશરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના છેવાડે આવેલા અનગઢ ગામમાં જૂની અદાવતમાં માતા સાથે રહેતા પુત્રની નિર્મમ હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાંથી અવરજવર ન કરવા બાબતે યુવકને ઠપકો આપતા યુવકે અપશબ્દો કહ્યા હતા, ત્યારે હત્યારાએ તે વાતની અદાવત રાખી યુવકના ઘરમાં ઘૂસી જઇ લાકડાના ડંડા વડે માથાના ભાગે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા નંદેશરી પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

યુવાનને માથામાં ડંડાથી હુમલો કરીને આરોપી ભાગી છૂટ્યો
વડોદરા શહેરના છેવાડે આવેલા અનગઢ સ્થિત હઠીપુરા ખાતે રહેતા વિક્રમ ઉર્ફે ગોપીએ તેની દાદીના ખેતરમાંથી અવરજવર નહીં કરવા માટે ગામમાં રહેતા શનાભાઇ ગોહિલના ભત્રીજા ગોપાલસિંહને ઠપકો આપ્યો હતો. ત્યારે પિતરાઇ ભાઇને વિક્રમ ગાળો કેમ બોલ્યો તે વાતને લઇ શનાભાઇ ગોહિલનો દિકરો વિપુલ ગોહિલ ઉશ્કેરાયો હતો અને વિક્રમના ઘરે દોડી ગયો હતો. મોડી સાંજે વિક્રમ પોતાના ઘરે હતો અને તેની માતા પણ ત્યાં હાજર હતી. દરમિયાન વિપુલે વિક્રમને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારે ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લેતા વિપુલે ઘરમાં પડેલા લાકડાના ડંડા વડે વિક્રમના માથાના ભાગે હુમલો કરતા તે ઢળી પડ્યો હતો. જેથી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પુત્રને લોહીમાં લથબથ પડેલો જોઇ વિક્રમની માતાએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

નંદેશરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી
નંદેશરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી

સારવાર દરમિયાન યુવાનનું મોત
આસપાસના લોકોએ વિક્રમને લોહીમાં લથબથ હાલતમાં જોતા તેની માતા સાથે નજીકની હોસ્પિટલમાં લઇ ગયો હતો. જોકે તબીબ દ્વારા વિક્રમને ગોત્રી હોસ્પિટલ લઇ જવા માટે જણાવતા 108માં તેને વધુ સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરાતા ફરજ પરના તબીબો દ્વારા વિક્રમને મૃત જાહેર કરાયો હતો. આ દરમિયાન સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેથી સ્થળ પર પહોંચેલી નંદેસરી પોલીસે ઉપરોકત મામલે વિપુલ શનાભાઈ ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

નંદેશરી પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નંદેશરી પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વિક્રમની માતાએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા
વિક્રમની માતાએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...