તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એડ સુધીનો અભ્યાસ કરેલી યુવતીને પટાવી-ફોસલાવી પોતે પરિણીત હોવાનું છુપાવીને યુવાને લગ્ન કરી લીધા હતા અને યુવતી પાસેથી રોકડા રૂપિયા બે લાખ અને સોના-ચાંદીના દાગીના પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. આ મામલે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સ્ત્રી અત્યાચાર, છેતરપિંડી, મારામારી અને ધાક-ધમકી સહિતની કલમો હેઠળ પતિ અને સાસુ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી 37 વર્ષીય મહિલા હાલ ડે કેર(બાળકની સાચવણી)નું કામ કરે છે. વર્ષ-2015થી તેઓ એકલા રહે છે. મહિલાને વર્ષ 1997માં પોતાની શાળામાં ભણતા હિતેશ લુહાર(રહે, પુષ્પ ફ્લેટ, મકરપુરા, વડોદરા) સાથે પરિચય થયો હતો. વર્ષ-2003 દરમિયાન મહિલા એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને રાવપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં જતી હતી, તે સમયે બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. આ દરમિયાન હિતેષે યુવતીને લગ્નની ઓફર મુકતા તેણે હિતેશના પરિવાર વિશે જાણકારી મેળવી હતી, તે સમયે હિતેશએ પોતે કુંવારો હોવાનું રટણ કર્યું હતું. ત્યારબાદ બંનેએ લવ મેરેજ કર્યાં હતા.
પતિના છૂટાછેડાનો કરાર હાથ લાગતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ
લગ્ન બાદ મહિલા સાસરીમાં જઇને તિજોરીમાં કપડા ગોઠવતી હતી, તે વખતે પતિ હિતેશ લુહારનો વર્ષ-2011નો છૂટાછેડાનો કરાર મળી આવ્યો હતો. તે જોતા જાણવા મળ્યું હતું કે, પતિએ અગાઉ કિરણ નામની છોકરી સાથે લગ્ન કર્યું હતું અને તેનાથી સંતાનમાં તેને એક 8 વર્ષની દીકરી પણ છે. મહિલાએ આ અંગે સાસરીયાને જાણ કરતાં પતિએ માર મારી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તે પિયરમાં રહેતી હતી.
પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વર્ષ-2012 દરમિયાન મહિલાના પતિએ મારઝૂડ નહીં કરવાનું બાહેધરી પત્ર લખી આપતા મહિલા પરત સાસરે ગઈ હતી, પરંતુ, સાસરિયાઓએ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું અને પતિએ મહિલાને ઘમકાવતા જણાવ્યું હતું કે, જો તું મને રૂપિયા નહીં આપે તો હું અગાઉની પત્નીની છોકરીઓને ઘરે લઈ આવીશ અને તને જાનથી મારી નાખીશ. મહિલાએ પગારના ભેગા કરેલા 76 હજાર રૂપિયા ઉપાડી લઇને સોનાની લગડી પણ લઇ લીધી હતી, ત્યાર બાદ વર્ષ-2017માં ધંધાના કામે ઉછીના બે લાખ રૂપિયા લઇને આજ દિવસ સુધી પરત કર્યાં નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.