તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોર બ્રિજ પર લક્ઝરી બસે ટક્કર મારતાં યુવકનું મોત

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બેનાં મોત
  • લીમડા પાસે વાહનની અડફેટે પીપળિયાના વૃદ્ધનું મોત

વડોદરાના વાઘોડિયા રોડ પર લીમડા ગામ નજીક ભારદારી વાહનની ટક્કરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં પોર બ્રિજ પર લક્ઝરી બસની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાઘોડિયા અને વરણામા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે જગદીશ રાઠોડિયા રહેતા હતા. તેઓ ખાનગી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતા હતા. તેઓને નાઇટમાં નોકરી પર જવાનું હોવાથી શુક્રવારે મોપેડ પર ત્યાં જવા નીકળ્યા હતા. દરમિયાન લીમડા ગામ નજીક અજાણ્યા ભારદારી વાહનની ટક્કરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે વાઘોડિયા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવમાં વરણામા નવીનગરીમાં રહેતો 25 વર્ષનો વિનોદ નટુભાઈ વસાવા અને જગદીશ વસાવા શુક્રવારે મોપેડ લઈ પોર ગામે વાળ કપાવવા નીકળ્યા હતા. ઘરે આવતી વેળાએ વિનોદ વસાવા મોપેડ ચલાવતા હતા તે સમયે પુરઝડપે આવેલી એક લક્ઝરી બસે જોરદાર ટક્કર મારતાં વિનોદનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વરણામા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે વિનોદના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો