દુર્ઘટના:તરસાલી બ્રિજ પર વાહને ટક્કર મારતાં યુવકનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માર્ગ અકસ્માતના બે બનાવમાં 2ના મોત

શહેરમાં માર્ગ અકસ્માતના 2 બનાવમાં એક યુવાન અને વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. પોલીસે વાહનચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તરસાલી દિવાળીપુરામાં રહેતા 44 વર્ષિય રતિલાલભાઈ રોહિત શનિવારે 10:30 વાગે સુરતથી અમદાવાદ તરફ નેશનલ હાઈવે 48 તરસાલી બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અન્ય બનાવમાં ઓપી રોડ ટ્યૂબ કંપનીમાં ફરજ બજાવતા રણજીતભાઈ પરમારનાં 60 વર્ષિય પત્ની જમનીબેન 1 જુલાઈએ ટ્યૂબ કંપની પાસેથી ચાલતાં જતા હતાં. દરમિયાન સાંજે 5:30 વાગ્યે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને સારવાર માટે SSGમાં લવાયા હતાં. જ્યાં રવિવારે તેમનું મોત થતાં જે.પી. રોડ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...