પાલિકા નિંદ્રાધીન:બાજવામાં ગાયે શિંગડુ મારતાં યુવક ઇજાગ્રસ્ત

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતાં ઢોરો પકડવાની ઝૂંબેશની પોલ ખુલી
  • નાગરિકો ભોગ બની રહ્યાં છે છતાં પાલિકા નિંદ્રાધીન

બાજવામાં મોડી રાત્રે એક યુવાનને ગાયે શિંગડુ મારતા ઘાયલ થઇ ગયો હતો. શહેરના બાજવાના ફર્ટિલાઇઝર માર્કેટિંગ ગેટની સામેના વિસ્તારમાં રહેતો અજિત વિઠ્ઠલ વસાવા (ઉવ.40) સોમવારે રાત્રે 11 વાગ્યાના સુમારે પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક જ ગાયે આવીને ભેટી મારી દેતા તેના છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી.

તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના પરિવારજનોના જણાવ્યા મુજબ અજિત મજૂરીએથી ઘરે પરત આવતો હતો ત્યારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલમાં રખડતા ઢોરો પકડવાની પાલિકા દ્વારા ઝૂંબેશ ચાલી રહી છે. અસરકારક અભિયાનના દાવા વચ્ચે હજુ પણ માર્ગો પર રખડતા ઢોરો જોવા મળી રહ્યાં છે. આ ઢોરોની અડફેટે આવતાં નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યાં છે. છતાં નક્કર કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...