તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ખેડાના હવસખોર યુવકે ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ડભોઇની સગીરા પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, યુવાનની બહેન પણ દૃષ્કૃત્યમાં મદદ કરતી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાન સગીરાના પરિવારને પતાવી દેવાની પણ ધમકીઓ આપતો હતો

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વસઇ ગામની સગીરાને અને તેના પરિવારજનોને પતાવી દેવાની તેમજ સગીરાના ફોટા વાઇરલ કરી દેવાની વારંવાર ધમકી આપીને સેવાલિયાના હવસખોરે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કૃત્યમાં હવસખોરની બહેને પણ મદદ કરતી હતી. પીડિતાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સેવાલાયાના હવસખોર ભાઇ અને તેને મદદ કરતી આણંદની બહેન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સગીરાની મરજી વિરૂદ્ધ યુવક શારીરિક સંબંધ બાંધતો હતો
ડભોઇ તાલુકામાં રહેતા અને દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના સેવાલિયા ગામની હુસેની સોસાયટીમાં રહેતા આરોપી સમીર હારૂનભાઇ વ્હોરા(મૂળ રહે.ખઢાણા, તા. પેટલાદ જિ.આણંદ) વર્ષ-2019થી અવારનવાર અમારા ગામે આવતો હતો. એણે મારી સગીર દીકરી સાયરા(નામ બદલ્યુ છે) સાથે સંપર્ક વધારી પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને સાયરાને અમારી જાણ બહાર સેવાલિયામાં તેની ફોઇના ઘરે પણ લઇ જતો હતો. ફોઇના ઘરે સાયરાને લઇ જઇને તેની મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધતો હતો.

ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ડભોઇની યુવતી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ
હવસખોર સાયરાને ધમકી આપતાં જણાવ્યું હતું કે, આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, એક દિવસ ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી કેનાલ ખાતે દીકરી સાયરાને બોલાવીને બળજબરીથી પોતાની સાથે લઇ ગયો હતો અને દીકરીને ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ. તેથી સાયરા ગભરાઈ હતી.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી
દરમિયાન સમીરની બહેન રોઝીનાબાનુ ઉર્ફ ગુડ્ડીએ સોહીલભાઇ વ્હોરા(રહે, ઝેબા પાર્ક સોસાયટી, પર્સનલ કેર સ્કૂલની બાજુમાં, 100 ફુટ રોડ, આણંદ) પણ સગીરાને 'તું મારા ભાઇ સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી ? મારો ભાઇ બોલાવે ત્યારે તારે એને મળવા આવવું પડશે, જો નહી આવે તો તને બદનામ કરી નાખીશું અને તારા લગ્ન પણ ક્યાંય નહીં થવા દઇએ. તેમ કહી ધમકી આપતી રહેતી હતી. મારી દીકરીએ ના છૂટકે ભાઇ-બહેનના ત્રાસથી છૂટવા અમને જાણ કરી હતી. ડભોઇ પોલીસે સગીરા સાયરાના પિતાની ફરિયાદના આધારે હવસખોર ભાઇ-બહેનની વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.