તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ભરૂચના યુવાને લગ્નની લાલચ આપીને વડોદરાની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યુ, સગીરા સાથેના ફોટો વાઇરલ કરી દીધા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાણી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરીને લગ્નની લાલચ આપીને ભરૂચના યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધી હતા. જેને પગલે સગીરાના પરિવારજનોએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પહેલીવાર ઝાડીઓમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ
વડોદરાન છાણી વિસ્તારમાં ખેતરમાં રહેતી સગીરા 2019માં સોશિયલ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના દસાણ ગામના વનરાજ ઉર્ફે બંટી રાજ સાથે સંપર્ક થયો હતો. સગીરા અને યુવાન વચ્ચે વાતચીત થતી હતી. જેથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. બંનેની પહેલી મુલાકાત વડોદરા નજીક આવેલા દુમાડ ગામમાં થઈ હતી, આ સમયે યુવાને સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ઝાડીઓમાં લઇ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તે પછી સગીરાના માતા-પિતા બહાર ગામ જાય તે સમયે વનરાજ સગીરાના ઘરે જઇને દુષ્કર્મ આચરતો હતો.

યુવાને આપઘાત કરવાની ધમકી આપી
યુવાન અને સગીરા વચ્ચેના પ્રેમ સંબંધની જાણ બંનેના પરિવારજનોને થઇ ગઇ હતી. જેથી સગીરાના પરિવારજનોએ વનરાજ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી યુવાને આપઘાત કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સગીરાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી ત્યાર બાદ સગીરાના ફોટો વાઇરલ પણ કરી દીધા હતા.

સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
સગીરાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સગીરાની માતાએ છાણી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પહેલા હિરોઇન બનાવવાનું કહીને દુષ્કર્મ આચર્યુ હતું
બે દિવસ પહેલા જ રાવપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ઉત્તરપ્રદેશના વતની યુવાન રજનિશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઇ હતી અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણીની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...