તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ:કૂલરમાં વાયરિંગ કરતા યુવકનું કરંટ લાગતાં મોત, જેપી પોલીસ દોડી આવી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાસણા-ભાયલી રોડ પર મકાનમાં ઇલેક્ટ્રિક કૂલરના વાયરિંગનું કામ કરતી વેળાએ યુવકને કરંટ લાગતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે જેપી રોડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાસણા-ભાયલી રોડ પર આવેલી સંત વિહાર સોસાયટીમાં 26 વર્ષનો નયન ભરતભાઇ આહીર રહેતો હતો. તે કેટલાક મહિના અગાઉ જ અમદાવાદથી વડોદરા રોજગાર માટે આવ્યો હતો. આજે સવારે તે તેના મકાનની બહાર મૂકેલા કૂલરમાં વાયરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે કરંટ લાગતાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જેપી પોલીસ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...