રેસ્ક્યૂ ઓપરેશન:વડોદરા પાસે મહી નદીમાં ન્હાવા પડેલો યુવાન તણાયો, મદદ માટે બુમો પાડી પણ મિત્રો બચાવી ન શક્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

વડોદરા15 દિવસ પહેલા
મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા મિત્રો પૈકી એક યુવાન મહી નદીના વહેતા પાણીમાં તણાઇ ગયો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા મિત્રો પૈકી એક યુવાન મહી નદીના વહેતા પાણીમાં તણાઇ ગયો હતો. આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. તુરંત જ બંને ટીમો દ્વારા મહી નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.

યુવાને મદદ માટે બુમાબુમ કરી
સાવલીના બારોટ વગામાં રહેતો અશ્વિન રસીકભાઇ કંદોઇ(ઉં.18) તેના મિત્રો સાથે લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી કિનારે પિકનીક મનાવવા માટે ગયો હતો. નદી કિનારે પિકનીક મનાવવા ગયેલા મિત્રો મહી નદીમાં ન્હાવા ઉતર્યા હતા. દરમિયાન અશ્વિન કંદોઇ નદીના વહેતા પાણીમાં તણાવા લાગ્યો હતો. અશ્વિને મદદ માટે બુમો પણ પાડી હતી. પરંતુ, તેને બચાવી શકાયો ન હતો અને જોત જોતામાં તે પાણીમાં લાપતા થઇ ગયો હતો.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમેં લાપતા યુવાનની શોધખોળ શરૂ કરી
વડોદરા ફાયર બ્રિગેડની ટીમેં લાપતા યુવાનની શોધખોળ શરૂ કરી

પરિવારજનોને સ્થળ પર દોડી ગયા
દરમિયાન અશ્વિનના મિત્રોએ બનાવની જાણ અશ્વિનના પરિવારજનોને કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તે સાથે બનાવની જાણ સાવલી પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લાપતા યુવાનને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ મેસેજ મળતા જ રબર બોટ સહિતના સાધનો સાથે લાંછનપુર પહોંચી ગઇ હતી અને શોધખોળ શરૂ કરી હતી.

મદદ માટે બુમો પાડી પણ મિત્રો બચાવી શક્યા નહોતા
મદદ માટે બુમો પાડી પણ મિત્રો બચાવી શક્યા નહોતા

ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ
મહી નદીના વહેતા પાણીમાં લાપતા થયેલા અશ્વિન કંદોઇને કલાકો સુધી શોધવા છતાં મળી ન આવતા બપોર બાદ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, સમી સાંજ સુધી લાપતા અશ્વન મળી આવ્યો ન હતો. ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે સાવલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...