તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાઘોડિયાના હનુમાનપુરા રોડ પર આશ્રમ વાટિકામાં રહેતા યુવકે શહેરના વ્યાજખોરો પાસે પોતાનું સ્કૂટર ગિરવી મૂક્યા બાદ બંને શખ્સે યુવકને વડોદરામાં બોલાવી રૂપિયા નહીં આપે ત્યાં સુધી સોનાનો પેન્ડલ સાથેનો દોરો, સોનાની 2 વીંટી, આઇફોન અને 5 હજારના 4 ચેક પડાવી લેતાં યુવકને લાગી આવ્યું હતું. તેણે ઘેર આવી ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો. યુવકે આ મામલે પોલીસને કરેલી અરજીમાં 2 વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી.
અનિકેત શુકલાલ રાઠોડે વાઘોડિયા પોલીસને જણાવ્યું હતું કે, તેણે 2020માં જાન્યુઆરીમાં 28 હજાર લઇને તેનું સ્કૂટર ગિરવી મૂક્યું હતું. ત્યારબાદ સાગર અને જબ્બારે તેને ફોન કરી સરદાર એસ્ટેટ પાસે ગરબા મેદાનમાં બોલાવી પોતાના બાકી નીકળતા રૂપિયા નહીં આપે ત્યાં સુધી સોનાનો પેન્ડલ સાથેનો દોરો, સોનાની 2 વીંટી, આઇફોન અને 5 હજારના 4 ચેક પડાવી લીધા હતા. જેથી અનિકેતને લાગી આવતાં તેણે ઘેર જઇને ગાડીની ડિકીમાં મૂકેલું ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.યુવકે આરોપ લગાવ્યો કે, રોહન અને પિયુશ નામના 2 શખ્સોએ વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં ખોટી રીતે ચેકો લગાવી ધમકી આપી ચેક પડાવી લીધા હતા. તેનો ઉપયોગ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. આ પ્રકારના આરોપ સાથે તેણે પોલીસ કમિશનરને પણ અરજી કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.