તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કિશનવાડી વુડાના મકાનમાં મોટા અવાજે સ્પીકર વગાડવાની ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા પાડોશી બે ભાઈઓએ યુવક પર તલવારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકની બે આંગળીઓ કપાઈ ગઈ હતી. પોલીસે બંને હુમલાખોર ભાઈ અને તેની માતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધ્યો હતો.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા વિજયભાઇ મોખરા કેટરિંગનું કામ અને છૂટક મજૂરી કરે છે. તેઓના સંતાનમાં બે બાળકો છે. મંગળવારે સવારે વિજયભાઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા તે સમયે પડોશમાં રહેતા સતનામ સરદારની માતા આવી પહોંચ્યા હતા. તે અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપી છે તેમ કહી ગાળાગાળી કરી હતી.
જોકે વિજયભાઈએ જણાવ્યું હતું કે તમારા છોકરાઓ મોટા અવાજથી સ્પીકરો કેમ વગાડે છે હું બાળકોને અભ્યાસ કરાવું છું. આ બોલાચાલી વચ્ચે સતનામ સરદાર અને તેનો ભાઈ રાજવીર સરદાર તલવારો લઈ દોડી આવી વિજયભાઈ પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓના હુમલામાં વિજયભાઈને માથામાં ગંભીર ઇજા થવા સાથે હાથની બે આંગળીઓ કપાઈ જતા સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇજાગ્રસ્ત તાડુક્યા, પોલીસ ન જોઈએ
કિશનવાડીમાં બે ભાઈઓએ જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત વિજયભાઈને સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં વારસિયા પોલીસ મથકનો સ્ટાફ સ્ટેટમેન્ટ લેવા પહોંચતા વિજયભાઈ તાળુક્યા હતા. તેઓએ પોલીસને જોઈ પોલીસ અહીંયા હવે જોઈએ નહીં. જ્યારે ગઈકાલે અરજી કરી હતી ત્યારે કાઈ ના કર્યું. હવે કોઈ પોલીસ જોઈએ નહીં.
પોલીસે કંઇ ન કર્યું અને હુમલો થયો
સોમવારે સાંજે સતનામ અને રાજવીર ધીમા અવાજે સ્પીકર વગાડવાનું કીધું હતું. તેના કારણે તેઓએ ધમકી આપી હતી. ધમકીના પગલે અમે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યાં અમને અરજી આપવાનું કહી થોડીવારમાં પોલીસ આવે છે. તેમ કહ્યું હતું પરંતુ પોલીસ આવી નહતી અને મંગળવારે બંને ભાઈઓએ તલવારથી હુમલો કર્યો હતો.
- હેમાબેન મોખરા, ઇજાગ્રસ્તના પત્ની
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.