તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ખોફ:ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ચિંતામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી જિંદગી ટૂંકાવી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈન્સેટ તસવીરમાં આપઘાત કરનાર હરિઓમ - Divya Bhaskar
ઈન્સેટ તસવીરમાં આપઘાત કરનાર હરિઓમ
  • કામ અર્થે બહાર ગયેલા હરિઓમની પત્ની પરત ઘરે આવીને પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ

ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષીય કોરોના પોઝિટિવ યુવકે બુધવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. યુવકના આપઘાતથી પત્ની અને 2 બાકળો નોંધારા બન્યા હતા. ન્યુ સમા રોડ જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા (ઉ.38) કોરોના સંક્રમિત થયા હતા. મંગળવારે તેમણે ડોકટરને બતાવ્યા બાદ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવાયુ હતું.

કોરોના સંક્રમિત થવાથી 38 વર્ષીય હરિઓમ ભાઈ માનસિક રીતે પડી ભાંગ્યા હતા . બપોરે 4 વાગ્યાના અરસામાં ઘેર કોઇ ના હતું તે સમયે તેમણે પોતાના ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ત્યાર બાદ કામ અર્થે બહાર ગયેલા હરિઓમ ભાઈના પત્ની ઘરે પરત આવતા પતિને ગળે ફાસો ખાધેલી હાલતમાં જોઈ તે પણ ભાંગી પડયા હતા.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. અને સમા પોલીસને જાણ કરાઇ હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે હરિઓમ ભાઈ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.તેમને 2 વર્ષ અને 6 વર્ષની ઉંમરના 2 બાળકો હતા.

લોકોમાં કોરોનાનો ડર
ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. એક તરફ મનોચિકિત્સકની ઓપીડીમાં દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા,ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. ત્યારે ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષીય કોરોના પોઝિટિવ યુવક હરીઓમ જગન્નાથ ઝાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ હતી.

કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી
કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે. ત્યારે શહેરના ન્યુ સમા રોડ પર આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા છેલ્લા કેટલા દિવસથી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરન્ટીન થવા જણાવ્યું હતું.

પત્ની બહાર ગઈ અને પતિએ આપઘાત કર્યો
કોરોના સંક્રમિત થયેલા 38 વર્ષીય હરિઓમ ઝાએ કોરોના સંક્રમિત થતાં માનસિક તનાવમાં આવી જઇ ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કામ અર્થે બહાર ગયેલા હરિઓમભાઈના પત્ની પરત ઘરે આવતા પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોધાર આંસુએ રડી પડી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્ર થયા હતા.

પોલીસે આપઘાત પ્રકરણમાં તપાસ હાથ ધરી
પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને ઘટના અંગે સમા પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિઓમ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

મને કોરોના કેમ થયો તેમ બોલ્યો કરતાે હતાે
પોલીસે હરીઓમ ઝાની પત્નીની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મંગળવારે અસ્વસ્થતા જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. પોતે કોરોનાથી સંક્રમીત થયા હોવાનું જણાતા તેમને આઘાત લાગ્યો હતો અને ઘરમાં મને કોરોના કેમ થયો તેમ બોલતા રહેતા હતા. તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને બુધવારે બપોરે ઘરમાં કોઇ હતું નહી ત્યારે તેમણે પંખા સાથે રુમાલ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેઓ ઘણા સમયથી મંજુસર જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો