તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વડોદરામાં ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આર્થિક ભીંસમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં ટેમ્પોના ડ્રાઇવિંગમાં ઘરનું ગુજરાન ચલાવવું શક્ય ન બનતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વડોદરામાં ટેમ્પોના ડ્રાઇવિંગમાં ઘરનું ગુજરાન ચલાવવું શક્ય ન બનતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક તસવીર)
  • ગાજરાવાડીમાં યુવાને આપઘાત કરતા પત્ની અને બે પુત્રીઓએ ભારે આંક્રદ કર્યું હતું

કોરોનાની મહામારીમાં અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે, ત્યારે વડોદરામાં ટેમ્પોના ડ્રાઇવિંગમાં ઘરનું ગુજરાન ચલાવવું શક્ય ન બનતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરામાં આ બનાવે ગમગીની ફેલાવી દીધી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રાઇવિંગનો ધંધો ચાલતો ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થયું હતું
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં પંકજભાઇ પંડિતભાઇ પટેલ(ઉં.35) પરિવાર સાથે રહેતા હતા અને ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, કોરોનાની મહામારીમાં ડ્રાઇવિંગનો ધંધો બંધ થઇ જતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. કોરોના અનલોક પછી પણ ડ્રાઇવિંગનો ધંધો સારો ચાલતો ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું.

ઘરમાં જરૂરી આવક ન હોવાથી સતત ચિંતામાં રહેતા હતા
આર્થિક ભીંસમાં આવી ગયેલા પંકજભાઇ પટેલ સારો ધંધો ચાલતો ન હોવાથી અને આર્થિક ભીંસ વધી જવાથી છેલ્લા કેટલાક સમયથી નાસીપાસ થઇ ગયા હતા. ઘરમાં જરૂરી આવક ન આવવાના કારણે સતત ચિંતામાં રહેતા હતા. મંગળવારે ઘરે આવ્યા બાદ તેઓએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પંકજભાઇએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પત્ની અને બે પુત્રીઓએ ભારે આંક્રદ કરી મૂક્યું હતું.

ગાજરાવાડીમાં યુવાને આપઘાત કરતા પત્ની અને બે પુત્રીઓએ ભારે આંક્રદ કર્યું હતું(પ્રતિકાત્મક તસવીર)
ગાજરાવાડીમાં યુવાને આપઘાત કરતા પત્ની અને બે પુત્રીઓએ ભારે આંક્રદ કર્યું હતું(પ્રતિકાત્મક તસવીર)

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી
પરિવારજનોનું આક્રંદ સાંભળીને સમગ્ર વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ગાજરાવાડી ગોમતીપુરામાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાણીગેટ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારે રીક્ષા ચાલકે આપઘાત કર્યો હતો
આ પહેલા વડોદરા શહેરના નવાયાર્ડ પાણીની ટાંકી પાસે રહેતા અને ઓટો રીક્ષા ચાલક યુસુફભાઇ ઉર્ફે સુરેશ વાઘજીભાઈ ખ્રિસ્તીએ રહસ્યમય સંજોગોમાં ઘરના બાથરૂમમાં વાયરથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રીક્ષા ચાલકે કયા કારણોસર આપઘાત કરી લીધો, તે અંગેની માહિતી મેળવવા માટે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...