તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણા:વડોદરામાં યુવકના આપઘાતનો મામલો, પત્નીએ ખોટા કેસો કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યો, સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ગણાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પત્નીએ પતિ સામે ખોટા કેસ કરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો

વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં 4 દિવસ અગાઉ યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં મૃતકે આપઘાત અગાઉ લખેલી સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ઠેરવતા પોલીસે પત્ની અને સાળા વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

પત્ની અને સાળો બંને યુવાનને માનસિક સ્ટ્રેસ આપતા હતા
વડોદરા શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય રમણભાઇ રાવળ નિવૃત્ત જીવન ગુજારે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મોટા દિકરા ગોપાલની પત્ની મનિષા છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડો કરતી હતી અને મરજી મુજબ પિયર જતી રહેતી હતી. ગોપાલના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડા કરતી હતી. મનીષાના પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન થતાં તે પરત આવતી હતી, પરંતુ, તેના સ્વભાવમાં કોઈ સુધાર આવ્યો ન હતો. મનીષાનો ભાઇ પણ ગોપાલને હેરાન કરતા તે માનસિક સ્ટ્રેસ અનુભવતો હતો.

આ પણ વાંચોઃ માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો:શારીરિક સંબંધ બાંધી પ્રેમીએ તરછોડી દેતાં હાલોલના કોપરેજ ગામની કોલેજિયન યુવતીનો કેનાલમાં મોતનો ભૂસકો, પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અટકાયત

ખોટા કેસો કરીને માનસિક ત્રાસ આપી યુવાનને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો
બીજી ફેબ્રુઆરીના રોજ ગોપાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પત્ની મનિષા અને તેનો ભાઇ ગિરીશ હોવાનું જણાવ્યું છે, આમ મનિષાએ ખોટા કેસો કરીને માનસિક ત્રાસ આપી ગોપાલને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો છે. તેમજ તેના ભાઈ ગિરીશ અને તેની બહેન નિમિષાએ ગોપાલ વિરૂદ્ધ મનીષાને ઉશ્કેરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે પોલીસે મનીષા રાવળ અને ગિરીશ રાવળ(બંને રહે, રાજપરદી ગામ, ઝઘડિયા, ભરૂચ) વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ આઇપીસી 306, 507 અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો