તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં 4 દિવસ અગાઉ યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં મૃતકે આપઘાત અગાઉ લખેલી સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ઠેરવતા પોલીસે પત્ની અને સાળા વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પત્ની અને સાળો બંને યુવાનને માનસિક સ્ટ્રેસ આપતા હતા
વડોદરા શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય રમણભાઇ રાવળ નિવૃત્ત જીવન ગુજારે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મોટા દિકરા ગોપાલની પત્ની મનિષા છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડો કરતી હતી અને મરજી મુજબ પિયર જતી રહેતી હતી. ગોપાલના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડા કરતી હતી. મનીષાના પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન થતાં તે પરત આવતી હતી, પરંતુ, તેના સ્વભાવમાં કોઈ સુધાર આવ્યો ન હતો. મનીષાનો ભાઇ પણ ગોપાલને હેરાન કરતા તે માનસિક સ્ટ્રેસ અનુભવતો હતો.
ખોટા કેસો કરીને માનસિક ત્રાસ આપી યુવાનને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો
બીજી ફેબ્રુઆરીના રોજ ગોપાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પત્ની મનિષા અને તેનો ભાઇ ગિરીશ હોવાનું જણાવ્યું છે, આમ મનિષાએ ખોટા કેસો કરીને માનસિક ત્રાસ આપી ગોપાલને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો છે. તેમજ તેના ભાઈ ગિરીશ અને તેની બહેન નિમિષાએ ગોપાલ વિરૂદ્ધ મનીષાને ઉશ્કેરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે પોલીસે મનીષા રાવળ અને ગિરીશ રાવળ(બંને રહે, રાજપરદી ગામ, ઝઘડિયા, ભરૂચ) વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ આઇપીસી 306, 507 અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.