• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Young Man Brutally Beats Dog After Closing Gate Of Apartment In Vadodara, Jeevadaya Premi Files Police Complaint After Video Goes Viral

શ્વાન પર અત્યાચાર:વડોદરામાં એપાર્ટમેન્ટનો ગેટ બંધ કરીને યુવાને કૂતરાને દોડાવી દોડાવીને માર્યો, વીડિયો વાઇરલ થતાં જીવદયા પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા6 મહિનો પહેલા
  • ફરિયાદ કરનાર જીવદયા પ્રેમી યુવતી ફ્લેટ પર પહોંચતા ફ્લેટના રહીશો તેને ઘેરી વળ્યા હતા
  • ફ્લેટના રહીશે યુવતીને કહ્યું: કૂતરું કરડે તેની રાહ જોવાય નહીં. તમારાથી જે લીગલ કાર્યવાહી થાય તે કરી શકો છો

વડોદરા શહેરના છાણી કેનાલ પાસે આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટના રહીશે ગેટ બંધ કરીને શ્વાનને બેરહેમીપૂર્વક મારતો વીડિયો વાઇરલ થતાં જીવદયા સંસ્થાના કાર્યકરે શ્વાનને માર મારનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફ્લેટ ઉપર પહોંચેલા જીવદયા સંસ્થાના કાર્યકરો અને ફ્લેટના રહીશો વચ્ચે ચકમક પણ ઝરી હતી. જેમાં ફ્લેટની મહિલાએ જણાવ્યું કે, કૂતરું બીમાર પડે છે, તે સમયે અમે ફોન કરીએ છીએ, ત્યારે કેમ કોઇ સંસ્થાવાળા આવતા નથી. તેમ જણાવી જીવદયા સંસ્થાની યુવતીને આડેહાથ લીધી હતી.

શ્વાનને માર મારનાર ફ્લેટનો રહીશ હોવાનું બહાર આવ્યું
વડોદરા શહેરના છાણી-સમા કેનાલ રોડ ઉપર આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં એક શ્વાને ફ્લેટના રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી. જેથી ફ્લેટના એક રહીશે ગેટ બંધ કરીને શ્વાનને દોડાવી દોડાવીને લાકડી વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. શ્વાનને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીપલ્સ ફોર એનિમલ નામની સંસ્થાના કાર્યકરો એક્શનમાં આવ્યા હતા અને ફ્લેટ ઉપર જઇને તપાસ કરી હતી. જેમાં શ્વાનને માર મારનાર ફ્લેટનો રહીશ પ્રશાંત હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન જીવદયા કાર્યકરે શ્વાનને બેરહેમીપૂર્વક માર મારનાર સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

શ્વાનને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીપલ્સ ફોર એનિમલ નામની સંસ્થાના કાર્યકરો એક્શનમાં આવ્યા હતા
શ્વાનને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીપલ્સ ફોર એનિમલ નામની સંસ્થાના કાર્યકરો એક્શનમાં આવ્યા હતા

જીવદયા પ્રેમી યુવતી ફ્લેટ પર પહોંચતા ફ્લેટના રહીશો ઘેરી વળ્યા
શ્વાનને બેરહેમીપૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ ફ્લેટ ઉપર જીવદયા પ્રેમી યુવતી પહોંચતા ફ્લેટના રહીશો જીવદયા કાર્યકરને ઘેરી વળ્યા હતા. જેમાં ફ્લેટની રહીશ મહિલાએ જીવદયા કાર્યકર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે કૂતરૂં બીમાર પડે છે, ત્યારે અમે સંસ્થાઓને ફોન કરીએ છે, ત્યારે કેમ આવતા નથી. મહિલાના આ આક્રોશ સામે જીવદયા કાર્યકરે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, અમને મેસેજ મળે તો તુરંત જ અમે આવી જઇએ છે, પરંતુ, આજના કિસ્સાની વાત કરીએ તો શ્વાનને બેરહેમીપૂર્વક મારવાનો કોઇને અધિકાર નથી.

ફરિયાદ કરનાર જીવદયા પ્રેમી યુવતી ફ્લેટ પર પહોંચતા ફ્લેટના રહીશો તેને ઘેરી વળ્યા હતા
ફરિયાદ કરનાર જીવદયા પ્રેમી યુવતી ફ્લેટ પર પહોંચતા ફ્લેટના રહીશો તેને ઘેરી વળ્યા હતા

ફ્લેટના રહીશે કહ્યું: કૂતરું કરડે તેની રાહ જોવાય નહીં. જે લીગલ કાર્યવાહી થાય તે કરી શકો છો
જીવદયા પ્રેમી યુવતીની આ રજૂઆત સામે ફ્લેટના રહીશે જણાવ્યું કે, કૂતરું કરડે તેની રાહ જોવાય નહીં. તમારાથી જે લીગલ કાર્યવાહી થાય તે કરી શકો છો. અમારા ફ્લેટના રહીશો માટે ત્રાસરૂપ બનેલા કૂતરાને અમે ફ્લેટમાં આવવા દઇશું નહીં. કૂતરાને મારવા અંગેના બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. નોંધનીય છે કે, વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અગાઉ કૂતરાઓને બેરહેમીપૂર્વક મારવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

શ્વાનને માર મારનાર ફ્લેટનો રહીશ પ્રશાંત હોવાનું બહાર આવ્યું
શ્વાનને માર મારનાર ફ્લેટનો રહીશ પ્રશાંત હોવાનું બહાર આવ્યું
ફ્લેટના રહીશે યુવતીને કહ્યું: કૂતરું કરડે તેની રાહ જોવાય નહીં. તમારાથી જે લીગલ કાર્યવાહી થાય તે કરી શકો છો
ફ્લેટના રહીશે યુવતીને કહ્યું: કૂતરું કરડે તેની રાહ જોવાય નહીં. તમારાથી જે લીગલ કાર્યવાહી થાય તે કરી શકો છો
અન્ય સમાચારો પણ છે...