તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મન્સૂરી કબ્રસ્તાન પાસે યુવક પર હુમલો કરી લૂંટ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળ હાથીખાનાનો રહેવાસી અને અમદાવાદ ગોમતીપુરમાં રહેતા મુનાફ જિલ્લાની ભાઈ સિંધીએ કરેલીબાગ પોલીસમાં હુસેન કાદર મિયા સુન્ની, યાકુબ ઈબ્રાહીમ મેમણ, અફઝલ ઉર્ફે બટકો જીણુ શેખ અને અરબાઝ રફીક મેમણ સામે ફરિયાદ નોંધાવી કે તેની માતાની તબિયત ખરાબ થતાં તેમને દવાના પૈસા આપવા તે વડોદરા આવ્યો હતો.

રાત્રે જમ્યા બાદ કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતો હતો ત્યારે મન્સૂરી કબ્રસ્તાન પાસે આ ચાર જણાએ તેને રોકી, તું ક્યાં જાય છે, કહી માર માર્યા બાદ પીઠના ભાગે ચપ્પુ માર્યું હતું અને ગળામાં પહેરેલો સોનાનો અછોડો ખેંચી લીધો હતો. ઉપરાંત તેના ખિસ્સામાંથી રૂા.5500 પણ કાઢી લઈ વડોદરા છોડીને ભાગી જા નહિતર મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો