જીપીસીબી દ્વારા તપાસ શરૂ:રાતે ભાયલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશો હેરાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળામાં બળતરા થયાની લોકોની ફરિયાદો
  • લાશ્કરો દોડી ગયા

ભાયલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે કેમિકલની તીવ્ર દુર્ગંધ આવતા લોકોને ગળામાં બળતરા થવાની ફરિયાદો થઈ હતી. વાસણા-ભાયલી રોડ પર આવેલી રોઝબેલ સોસાયટીમાંથી નાગરિકોએ આ ઘટના અંગે રાતે 10 વાગે ફાયરબ્રિગેડમાં ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ પણ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને પણ આ ઘટના અંગે ફરિયાદ મળતા તેમને પણ તપાસ હાથ ધરી છે.

ભાયલી-વાસણા રોડ પર રહેતા રહીશોએ જણાવ્યું હતું કે, કેમીકલની તીવ્ર દુર્ગંધ આવવી તે આ વિસ્તારની વારંવારની ફરિયાદો છે. અગાઉ પણ અનેક વખત કેમીકલની તીવ્ર દુર્ગંધ મારતા લોકોને માથું દુખવું તેમજ ગળામાં બળતરા થાય છે. આ અંગે ફાયરબ્રિગેડ અને જીપીસીબી ને અનેક વખત ફરિયાદ કરાઇ હતી. પરંતું હજુ સુધી દુર્ગંધ અંગેની ફરિયાદનો નિકાલ થયો નથી.જ્યારે નંદેસરી અને કોયલી બાજુથી હવા ભાયલી-વાસણા રોડ તરફ આવતી હોય ત્યારે આ પ્રકારની દુર્ગંધ ફેલાતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. આ તીવ્ર દુર્ગંધના પગલે ભાયલી-વાસણા વિસ્તારમાં કોઈ ભાગદોડ મચી ન હતી. અથવા લોકોને કોઈ મોટી શારીરીક તકલીફો ન થઈ હોવાનું ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...