• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • You Realize You Are Raping A 25 year old Girl At The Age Of 60': Audio Clip Between Accused Ashok Jain And Victim's Friend Goes Viral

દુષ્કર્મ કેસ:'તમને ભાન છે? 60 વર્ષની ઉંમરમાં 25 વર્ષની છોકરી જોડે બળાત્કાર કરો છો': પીડિતાના મિત્ર અને આરોપી અશોક જૈન વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ

વડોદરા2 મહિનો પહેલા
  • વડોદરાના CA અને પાવાગઢના ટ્રસ્ટી બંનેએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટો વાઇરલ કર્યાં હતા

વડોદરામાં કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં પીડિતાના મિત્ર બુટલેગર અલ્પુ સિંધી અને આરોપી અશોક જૈન વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં પીડિતાનો મિત્ર અને બુટલેગર અપ્પુ સિંધી આરોપી અશોક જૈનને કહે છે કે, 'તમને ભાન છે 60 વર્ષની ઉંમરમાં 25 વર્ષની છોકરી જોડે બળાત્કાર કરો છો'?. સામે અશોક જૈન કહે છે કે, બળાત્કાર કોણે કર્યો, બાપા, ક્યાં બળાત્કાર કર્યો છે?.

પીડિતાના મિત્ર અલ્પુ સિંધી અને આરોપી અશોક જૈન વચ્ચેની ઓડિયો ક્લીપના અંશો

  • અશોક જૈનઃ અરે કંઇ ફોન આવ્યો હતો પોલીસમાંથી...
  • અલ્પુ સિંધીઃ તમે ડોહા..60 વર્ષની ઉંમરમાં 25 વર્ષની છોકરી જોડે બળાત્કાર કરો છો, તમારામાં ભાન છે?
  • અશોક જૈનઃ બળાત્કાર કોણે કર્યો, બાપા, ક્યાં બળાત્કાર કર્યો છે?
  • અલ્પુ સિંધીઃ તમે મને ફોટો મોકલ્યા છે એને બદનામ કરવા માટે
  • અશોક જૈનઃ મે ક્યાં મોકલ્યા, મારી પાસે ફોટો પણ નથી, મેં એની સાથે ફોટો પડાવ્યા જ નથી
  • અલ્પુ સિંધીઃ કાકા વાંધો નહીં તમારા ફ્લેટ પર પેલી છોકરી ગઇ છે. તમે જે હરકતો કરી છે, તે બધા ફોટો તમે મને જે મોકલ્યા છે, તે મારા પાસે પુરાવા તરીકે છે. તમને શરમ આવે છે. તમારી ઉંમર કેટલી છે. તમને શરમ આવે છે.
  • અશોક જૈનઃ શું છે આ અલ્પુભાઇ તમે મને કીધુ હતું કે, આપણે બેસીને પતાવી દઇશું.
  • અલ્પુ સિંધીઃ પેલી છોકરીને ફરિયાદ કરવી છે.
  • અશોક જૈનઃ પણ શેના માટે મે કંઇ કર્યું જ નથી એની જોડે.
  • અલ્પુ સિંધીઃ એ તો મેડિકલમાં બધુ જ આવશે. તમે ફોટો મોકલ્યા હતા. એ બધા છોકરી પાસે છે.
  • અશોક જૈનઃ મેં ક્યાં મોકલ્યા તમને. એક પણ ફોટો ક્યાં મોકલ્યો તમને ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ પીડિતા

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યાં હતા
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અશોક જૈન અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

પોલીસે આરોપીઓના આશ્રયસ્થાનો દરોડા પાડ્યા
દરમિયાન ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા સીએ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે, અશોક જૈનની ઓફિસ તથા તેના ઘેર પોલીસની એક ટીમ પહોંચી હતી પણ તે મળી આવ્યા ન હતા. પોલીસની બીજી ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા વિસ્તારના ઘેર પણ પહોંચી હતી પણ પોલીસને સફળતા મળી ન હતી. બંને ઘેરથી ભાગી છૂટ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેથી બંનેનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ પોલીસે યુવતીની ફરિયાદ મુજબના પુરાવા એકત્ર કરવાનું પણ શરૂ કર્યું હતું. ચાટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદીરના ટ્રસ્ટી સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસે બંને ફરાર આરોપીઓની શોધખોળ સઘન બનાવી છે.

આરોપી અશોક જૈન(ફાઇલ તસવીર)
આરોપી અશોક જૈન(ફાઇલ તસવીર)

પીડિતાનો મિત્ર બુટલેગર હોવાનો ઘટસ્ફોટ
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ઼ હતું કે, અશોક જૈને મારા મિત્ર અલ્પેશ વાઘવાણીના મોબાઇલ પર મારા ન્યૂડ ફોટો મોકલીને વાયરલ કર્યા હતા. મિત્ર અલ્પેશે ફોટા જોઇ તેના ઘરે જઇ આ શું છે, કયારે થયું અને કેવી રીતે થયું તેવુ પૂછી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં અલ્પેશ વાઘવાણી જ નામચીન બુટલેગર અલ્પુ સિંધી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે.

કેસમાં બુટલેગરોની એન્ટ્રીથી અનેક સવાલો ઉભા થયા
એટલું જ નહીં યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ કહ્યું છે કે ફરિયાદ કરવા વારસિયા રિંગ રોડ પર રહેતા તેના ઓળખીતા કમલેશ વિનોદ ડાવર સાથે આવી છે અને આ ફરિયાદ તેણે મને હિન્દીમાં અનુવાદ કરી સમજાવી છે. આ કમલેશ ડાવર પણ કુખ્યાત બૂટલેગર પપ્પુ ડાવર છે. જેની સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. લાલુ સિંધી પર ફાયરિંગ કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં બુટલેગરોની એન્ટ્રીથી અનેક સવાલો ઉભા થયા છે.