દર્શના દેશમુખ બગડ્યાં:ભાજપનાં પ્રભારીની ટકોર, તમારે મને સાંભળવાં પડશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કાર્યકરોના ઘોંઘાટથી દર્શના દેશમુખ બગડ્યાં
  • સંગઠનને​​​​​​​ આડે હાથ લેતાં હોદ્દેદારોમાં સોંપો પડી ગયો

શહેર ભાજપ કારોબારીની બેઠકમાં મહિલા પ્રભારી બોલવા ઊભા થયા ત્યારે કાર્યકરોમાં ઘોંઘાટ શરૂ થયો હતો. જેના પગલે તેમણે કાર્યકરોને ટકોર કરવી પડી હતી કે મને પ્રદેશે મૂકી છે તમારે વાતો સાંભળવી પડશે. સંગઠન આવી રીતે ચલાવવા માંગો છો તેમ કહેતા તમામના મોં સીવાઇ ગયા હતા.

બે દિવસ પહેલા શહેર ભાજપની કારોબારીની બેઠક મળી હતી. જેમાં પ્રભારી દર્શનાબેન દેશમુખ ના વકત્વયનો વારો આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. જેના પગલે કાર્યકરો દ્વારા ઘોંઘાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેથી તેમણે ટકોર કરવી પડી હતી કે મને પ્રદેશમાંથી મૂકવામાં તમારે મારી વાતો સાંભળવી પડશે. સંગઠન આવી રીતે ચલાવશો.

પ્રભારી દ્વારા આ પ્રકારની ટકોર સંગઠનના હોદેદારો સામે જ કાર્યકરોને કરવામાં આવતા તમામ લોકો ચૂપ થઇ ગયા હતા. એક તબક્કે કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો. કારોબારીની બેઠકમાં એક મહામંત્રી દ્વારા અડધો કલાક થી પણ વધારે સમય સુધી ભાષણ કર્યું હતું જેના પગલે કાર્યકરો કંટાળી ગયા હતા. અને છેલ્લા પ્રભારીનો વારો આવ્યો ત્યારે કાર્યકરોમાં ઘોંઘાટ શરૂ થઇ ગયો હતો જેથી પ્રભારીએ કાર્યકરોને ટકોર કરવી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આ પ્રકારની કોઇ ઘટના બની ના હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...