• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'You Are Pregnant, You Have Two Souls With You, What Is The Boy's Fault', You Will Not Take Such A Step, Said Surat Police, Saving The Life Of The Girl Who Was Going To Jump

LIVE દ્રશ્યો:'તું પ્રેગનન્ટ છે, તારી સાથે બે જીવ છે, છોકરાનો શું વાંક છે' તું એવું પગલું ના ભરીશ, કહી સુરત પોલીસે કૂદવા જતી પ્રેમિકાને બચાવી

વડોદરાએક મહિનો પહેલા
આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે
  • સુરતના ફેક્ટરી માલિકે હોટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી
  • પરિણીતાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું, જોકે, દરવાજો તો ખોલ્યો ન હતો
  • સુરત પોલીસે યુવતીને સમજાવતા તેનો જીવ બચી ગયો હતો

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરિણીત પ્રેમી પંખીડા હોટલ અમીટીમાં રોકાયા હતા. પરિણીતાના પતિની પોલીસ ફરિયાદના આધારે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. પરિણીત પ્રેમીએ હોટલની બારીમાંથી છલાંગ લગાવતા મોત થયું હતું. તો પરિણીતા પણ બારીમાં મોતનો ભૂસકો મારવા માટે પહોંચી હઇ હતી. જેથી પ્રેમિકા કંઇક અજુગતું કરે તે પહેલા જ પોલીસે સમજાવવાનું ચાલુ કરી દીધું હતું. સુરત પોલીસે કહ્યું કે, તારા પેટમાં જે બાળક છે તેનો વિચાર કર, તેનો શું વાંક છે. આમ, સમજાવટના આધારે પરિણીત પ્રેમીકાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

યુવતીને સમજાવી રહેલા પોલીસના વીડિયોના અંશોઃ

  • વીડિયોમાં સુરત પોલીસ સમજાવે છે કે, અમે તારા સાથે છીએ, મારી બેન, તું દરવાજો ખોલી નાંખ, 108 ને ફોન કરો, તું બેન માની જા મારી વાત.
  • મારી બેન તું અંદર જતી રહે. મારી બહેન તું અંદર જતી રહે. તારી સાથે બે જીવ છે. તું પ્રેગનેન્ટ છે. તું એવું પગલું નહીં ભર, છોકરાનો શું વાંક છે..
  • હું આને બચાવી લઉં છું.... તું બેન અંદર જતી રહે. તું નીચે આવી જા, તને કોઇ પ્રેબ્લેમ નહીં થાય. તને કોઇ તકલીફ નહીં થાય.
  • બેટા તું પ્રેગનેન્ટ છે. અમે 108 બોલાવી લીધી છે. એને કશું નહીં થાય. આ બેન આવે છે. તું અંદર જતી રહે. તને સાથે રાખીશું.
  • જા તું અંદર જતી રહે. રૂમ ખોલ અંદરથી આ બેન તારી સાથે આવે છે.
સુરતના ફેક્ટરી માલિકે હોટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી
સુરતના ફેક્ટરી માલિકે હોટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી

આખરે પોલીસની સમજાવટથી પરિણીતા અને તેના ગર્ભમાં રહેલા બાળકનો જીવ બચાવ્યો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ પરિણીત પ્રેમીનું મૃત્યુ થતાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિણીતાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું, જોકે, દરવાજો તો ખોલ્યો ન હતો
રિણીતાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું, જોકે, દરવાજો તો ખોલ્યો ન હતો

સુરત પોલીસ અમીટી હોટલ પહોંચી
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમીટી હોટલમાં સુરતના પરિણીત પ્રેમી પંખીડા શરદ બેચરભાઇ ભીસરા અને તેની પ્રેમિકા આવ્યા હતા. જોકે, બીજી તરફ પરિણીતા(હિરવા નામ બદલ્યુ છે ) પતિએ સ્થાનિક પોલીસમાં ગુમ થયાની અરજી કરી હતી. અરજી બાદ પોલીસે તપાસ શરૂ કરતા તેનું લોકેશન વડોદરા મળી આવ્યું હતું. લોકેશનના આધારે સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ આજે વહેલી સવારે પરિણીતાની ભાળ મેળવવા માટે હોટેલ સુધી પહોંચી હતી. પોલીસે હોટલમાં જતા સંચાલકોએ તેમને રોક્યા હતા અને આ અંગેની જાણ વડોદરા પોલીસના કંટ્રોલ રૂમમાં કરી દીધી હતી. જાણ થતાં જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પરિણીત પ્રેમીએ હોટલની બારીમાંથી છલાંગ લગાવતા મોત થયું હતું
પરિણીત પ્રેમીએ હોટલની બારીમાંથી છલાંગ લગાવતા મોત થયું હતું

પરિણીતાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધુ
વડોદરા પોલીસ અને સુરત પોલીસે દરવાજો ખટખટાવીને બંનેને દરવાજો ખોલવા જણાવ્યું હતું. વાતની જાણ થતા પરિણીતાએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. જો કે, દરવાજો તો ખોલ્યો ન હતો.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરિણીત પ્રેમી પંખીડા હોટલ અમીટીમાં રોકાયા હતા
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરિણીત પ્રેમી પંખીડા હોટલ અમીટીમાં રોકાયા હતા

પોલીસે માસ્ટર કીના આધારે દરવાજો તો ખોલી નાખ્યો
દરમિયાન પોલીસે માસ્ટર કીના આધારે દરવાજો તો ખોલી નાખ્યો હતો. પરંતુ અંદરથી મારેલો મીજાગરો ખુલ્યો ન હતો. દરમિયાન પોલીસે નીચે આવીને રોડ પરથી બંનેને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પ્રેમીએ તો બારીમાંથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું હતું. પરિણીતા પણ જીવન ટુંકાવવા માટે બારીની બહારની પાળી પર આવી ગઇ હતી. જોકે, પોલીસ દ્વારા તેની અત્યંત સાવચેતી પુર્વક સમજાવીને તેનો જીવ બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...