દહેજ માટે અત્યાચાર:તું ભિખારી છે, એટલે દહેજમાં કંઇ આપ્યું નથી, તેમ કહી પિતાનું અપમાન કર્યાં બાદ દીકરીને ઢોર માર મારીને સાસરીયાએ ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસાર ચલાવવા અનેક પ્રયાસો કર્યાં, છેવટે કંટાળીને પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ કરી

વડોદરામાં લગ્ન બાદ પિયરમાંથી નાણાં લાવવા માટે દબાણ કરતા પતિ દ્વારા માર મારવામાં આવતો હોવા છતાં ઘર સંસાર ચલાવતી પત્નીએ આખરે કંટાળીને સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સાસરીયાએ મહેણા-ટોણા મારવાનું શરૂ કર્યું
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, સંગીતા(નામ બદલ્યું છે)ના લગ્ન મનોજ ઠમ સાથે વર્ષ 2010માં વડોદરામાં થયા હતા. લગ્ન બાદ પિતાએ સંગીતાએ ધરવખરીનો સામાન આપ્યો હતો. લગ્નના થોડાક દિવસો બાદ બધું સારૂ ચાલ્યું હતું. પરંતુ, ત્યાર બાદ સાસરીયાએ મહેણા-ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું.

પુત્રની બીમારી માટે માતા પિયરમાંથી રૂપિયા લાવતી હતી(પ્રતિકાત્મક તસવીર)
પુત્રની બીમારી માટે માતા પિયરમાંથી રૂપિયા લાવતી હતી(પ્રતિકાત્મક તસવીર)

તારા બાપે તને કંઇ આપ્યું નથી
સાસરીયાઓ સંગીતાને કહેતા હતા કે, તારા બાપે તને કંઇ આપ્યું નથી. અમને આનાથી સારી છોકરીઓ મળતી હતી. તારી જોડે સગપણ કરીને અમારી ભુલ થઇ ગઇ છે. આમ કહી સંગીતાને માનસિક ત્રાસ આપતા હતા. પોતાનો ઘરસંસાર ટકી રહે તે માટે સંગીતા બધુ મુંગા મોંઢે સહન કરતી હતી.

ડિલિવરી ખર્ચ લાવવા સાસરીયા દબાણ કરતા હતા
સંગીતાને લગ્ન જીવન દરમિયાન બે સંતાનો છે. બંને વખતે ડિલિવરી ખર્ચ લાવવા માટે સાસરીયાઓ સંગીતા પર દબાણ લાવતા હતા. મોટા પુત્રને ખેંચની બીમારી હોવાથી તેની તકલીફ સમજવાની જગ્યાએ સાસરીયાએ સંગીતાને કહી દીધું હતું કે. બીમારીનો તમામ ખર્ચ તારે તારા બાપ પાસેથી લાવવાનો રહેશે અમે તેની પાછળ એક પણ પાઇ ખર્ચ કરવાના નથી. બાળકની બીમારીનો માસીક ખર્ચ રૂ. 5 હજાર સંગીતા તેના પિયરથી લાવતી હતી.

પરિણીતાનું અપમાન કરીને વારંવાર ઘરમાંથી કાઢી મૂકી હતી(પ્રતિકાત્મક તસવીર)
પરિણીતાનું અપમાન કરીને વારંવાર ઘરમાંથી કાઢી મૂકી હતી(પ્રતિકાત્મક તસવીર)

પરિણીતાના પિતાને અપશબ્દો બોલતા હતા
સંગીતાને લગ્ન સમયે પિતા દ્વારા ઘરવખરી સહિતનો સામાન આપવામાં આવ્યો હતો. પરંતુ, સાસરીયાની માગણી સંતોષાય તેટલું દહેજ નહીં મળતા તેઓ ત્રાસ આપતા હતા. સાસરીયાઓ સંગીતાના પિતાને મનફાવે ત્યારે અપશબ્દો બોલતા અને કહેતા, તું ભિખારી છે. એટલે તે દહેજમાં કંઇ આપ્યું નથી. તું અમારા લાયક નથી. તો તે શા માટે તારી છોકરી અહીં પરણાવી. તેમ કહીને સંગીતાના પિતાનું અપમાન પણ કરતા હતા.

પરિણીતાને સાસરીમાંથી કાઢી મૂકી
આટલેથી નહીં અટકતા વર્ષ 2014માં તો સંગીતાને સાસરીમાંથી કાઢી મૂકી હતી. જે મામલે સંગીતાએ ફરિયાદ પણ કરી હતી. પરંતુ, સમાધાન થઇ જતા તેણીએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જોકે. ત્યાર બાદ પણ સાસરીયા દ્વારા સુમન પર ત્રાસ ગુજારવાનું બંધ થયું ન હતું. અનેક વખત સુમનને માર મારવામાં આવ્યો હતો. તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. પરંતુ, પરિવાર સચવાય તે માટે તે બધું સહન કરતી રહી હતી.

સંસાર ચલાવવા અનેક પ્રયાસો કર્યાં, છેવટે કંટાળીને પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ કરી(પ્રતિકાત્મક તસવીર)
સંસાર ચલાવવા અનેક પ્રયાસો કર્યાં, છેવટે કંટાળીને પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ કરી(પ્રતિકાત્મક તસવીર)

પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ કરી
વારંવારનો ત્રાસ બાદ પણ પરિજનો સમજાવટ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. છતાં સાસરીયાનો સંગીતા પર ત્રાસ ચાલુ રહ્યો હતો. એક વખત તો નવરાત્રિ દરમિયાન ઘરમાં ઉગ્ર ઝગડો થતા પતિ, સાસુ, અને સસરા દ્વારા ઢોર માર મારી પહેરેલાં કપડે સંગીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદ સમાધાનનો પ્રયાસ કરતા સાસરીયાઓ તેને રાખવા તૈયાર ન હતા. અને કહી દીધું કે, અમારે તને છુટી કરી દેવી છે. આખરે સંગીતાએ પતિ મનોજ, સાસુ, જેઠ કૌશિક, જેઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...