તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવનારા દિલ્હીના ભેજાબાજ યોગેશ શર્માને સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ વડોદરા લાવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ગુરુવારે તેની ધરપકડ કરાઇ હતી. તપાસમાં યોગેશ શર્માએ એક આઇપીએસ અધિકારી તથા એમપીના ન્યુઝ એડીટર તથા જમ્મુ કાશ્મીરના નેતાઓની ફેક પ્રોફાઇલ બનાવી હોવાનું જણાઇ આવ્યું હતું. તેના મોબાઇલમાંથી એક મહિલા મંત્રીનો પણ ફોટો મળ્યો હતો. જો કે પોલીસ કમિશનરની ફેક પ્રોફાઇલ બનાવી પૈસા માંગે તે પૂર્વે જ તે પોલીસના હાથે પકડાઇ ગયો હતો.
ગત શનિવારના રોજ શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી કોઇએ બે વાર સોશિયલ મિડીયામાં ફેક પ્રોફાઇલ બનાવી પૈસાની માંગણી કરી હતી. ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજા અને એસીપી હાર્દીક માંકડીયાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરી દિલ્હીના મ્યુઝિશિયન યોગેશ રામકુમાર શર્માને દિલ્હીના વસંત કુંજના મકાનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
તેણે વર્ષ 2017થી આ પ્રકારે જમ્મુ કાશ્મીર તથા દિલ્હી સહિતના રાજ્યોના નેતાઓ, આઇપીએસ અધિકારી તથા મધ્યપ્રદેશના ન્યુઝ એડીટરના નામની ફેક પ્રોફાઇલ બનાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તેની ગુરુવારના રોજ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.