નવા સ્પીકરની વરણી:યોગેશ પટેલની વિધાનસભાના પ્રોટેમ સ્પીકર પદે નિયુક્તિ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુર બેઠક પર 1 લાખથી વધુની લીડથી જીત થઇ હતી
  • ધારાસભ્યોને ધારાસભ્યપદ માટેના સોગંધ લેવડાવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં ભાજપે 156 બેઠક મેળવી હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ મંત્રીમંડળની રચના કરી છે. નવી સરકાર બન્યા બાદ વડોદરાની માંજલપુર બેઠક પર એક લાખથી વધુની લીડ સાથે જીતનાર યોગેશ પટેલને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવી છે.

જે બદલ કાર્યકરો અને તેમના સમર્થકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 75 વર્ષની વય મર્યાદાનો ક્રાઇટેરિયા હોવા છતાં ભાજપના મોવડીઓએ 76 વર્ષના યોગેશ પટેલને માંજલપુર બેઠક પરથી રિપીટ કર્યા હતા. સાથે રાજ્યમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક 156 બેઠકો મેળવી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા હતાં. તદુપરાંત વડોદરા શહેરના રાવપુરા બેઠકના વિજયી બાલકૃષ્ણ શુક્લને વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

ત્યારે હવે 1 લાખથી વધુની લીડ સાથે જીતનાર માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર એ એક વચગાળાની વ્યવસ્થા છે. જેમાં વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરનો રોલ સોગંદવિધિ માટેનો હોય છે.

પ્રોટેમ સ્પીકર દ્વારા ચૂંટાએલા તમામ ધારાસભ્યોને તેમના ધારાસભ્યપદ માટેના સોગંધ લેવડાવવામાં આવે છે. આ ઉપરાંત મળનારા સત્રમાં રાજ્યપાલનું સંબોધન પણ પ્રોટેમ સ્પિકરના અધ્યક્ષસ્થાને જ થાય છે. આ ઉપરાંત નવા સ્પીકરની વરણી પણ તેમના વડપણ હેઠળ જ કરવામાં આવે છે. ચૂંટણી બાદ જેવા નવા અધ્યક્ષ ચૂંટાય કે પ્રોટેમ સ્પીકર પોતાની જગ્યા ખાલી કરીને તે જગ્યા નવા નિયુક્ત કરવામાં આવેલા અધ્યક્ષને સોંપી દેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...