યોગ:આવતી કાલે હસ્ત નક્ષત્ર સાથે સર્વપિતૃ અમાસનો યોગ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વજનની તિથિની ખબર ન હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે

6 ઓક્ટોબરના રોજ હસ્તનક્ષત્ર સાથે બુધવારી અમાસનો યોગ સર્જાશે. આ ઉપરાંત આ જ દિવસે સર્વપિતૃ અમાસ પણ રહેશે.હસ્તનક્ષત્રમાં પિતૃઓને તૃપ્ત કરવાનો મહિમા રહેલો છે. કન્યા રાશિના સુર્યમાં પિતૃકૃપા મેળવવા માટે મહાલય શ્રાધ્ધ વિશેષ મહત્વ ધરાવે છે. તદઉપરાંત સ્વર્ગવાસી સ્વજનોની તિથીના દિવસે તર્પણ,વિષ્ણુપુજા દ્વારા પિતૃઓને તૃપ્ત કરીને પિતૃઆશીર્વાદ પ્રાપ્ત કરાય છે. જો કોઈ પણ સ્વજનની તિથી ખબર ન હોય તો સર્વપિતૃ શ્રાધ્ધ અમાસ તિથીના દિવસે થઈ શકે છે. 6 ઓક્ટોબર બુધવારના રોજ અમાસ તિથી હોવાથી અમાસનું સર્વપિતૃ શ્રાધ્ધ આ દિવસે કરવાનું રહેશે.

શાસ્ત્રી નયન જોશીના જણાવ્યા અનુસાર,ભાદરવો મહિનો જેના છેલ્લા 15 દિવસ એટલે કૃષ્ણપક્ષ જે પિતૃપક્ષ કહેવાય છે. સ્વર્ગવાસી થયેલા સ્વજનોની મૃત્યું તિથીના નિમિત્તે જે તિથી હોય તે અનુસાર શ્રાધ્ધ કરવાના આ પર્વને શ્રાધ્ધપક્ષ કહેવામાં આવે છે.

બુધવારને અમાસ તિથિનો વિશેષ મહિમાં હોવાથી આ દિવસે કરાતા દાન, પુણ્ય, જાપ અને શ્રાધ્ધાદિક કર્મ ખુબ વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાધ્ધના દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરી બ્રાહ્મણ દ્વારા વિધી પુર્વક તર્પણ દ્વારા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. તથા બ્રાહ્મણ ભોજન કરાવીને બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, ગાય-કૂતરાંને અન્ન આપવું, પીપડે પાણી રેડવું, તુલસી ક્યારે જળ સિંચવું અને કાગવાસ નાખવાથી જે તે યોનીમાં રહેલા પિતૃઓ તૃપ્ત થાય છે. આ સાથે પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ઉલ્લેખનિય છે કે,હિંદુ પંચાગ અનુસાર, ભાદરવા મહિનામાં ચંદ્ર પૃથ્વિની નજીક હોવાથી આ મહિનામાં જ શ્રાધ્ધ આવતા હોય છે. જેથી ભાદરવા મહિનામાં પિતૃઓના શ્રાધ્ધ અને તર્પણનું વિધાન છે. જ્યારે વડોદરા જિલ્લાના દક્ષિણપ્રયાગ તિર્થ ચાંણોદ-કરનાડીમાં શ્રાધ્ધનો વિશેષ મહિમાં રહેલો છે. જ્યાં હાલ રોજ ની 800 થી 1 હજાર શ્રાદ્ધ વિધી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહી હોવાનું ચાણોદ બ્રહ્મ સમાજના પ્રમુખ સી.પી.શાસ્ત્રી એ જણાવ્યું હતું.

દર્ભ વિના શ્રાદ્ધ કર્મ અધૂરું
શાસ્ત્રોમાં દર્ભને પવિત્ર ઘાસ માનવામાં આવે છે.જેને કુશ,દર્ભ અથવા ડાભ પણ કહેવામાં આવે છે. મત્સ્ય પુરાણ અંતર્ગત ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરી પૃથ્વિને સમુદ્રમાંથી બહાર કાઢી ભગવાને પોતાના અંગને ધ્રુજાવતા તેમાંથી જે વાળ ખરી પડ્યાં તે જ દર્ભ છે. દર્ભના આસન ઉપર બેસીને કરાતા જાપ અને પુજનનું વિશેષ મહિમાં રહેલો છે. પિતૃઓના શ્રાધ્ધ દરમિયાન તર્પણ કરવા માટે દર્ભની વિટી જેને પવિત્રી કહેવામાં આવે છે તે ધારણ કરીને દર્ભને હાથમાં રાખીને તર્પણ કરવામાં આવે છે. તદઉપરાંત દર્ભ વડે ચટ બનાવી ચટપૂજન કરવામાં આવે છે. આમ દર્ભવિના શ્રાધ્ધ કર્મ સંપન્ન થઈ શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...