ધોરણ-10ની પરીક્ષામાં પાસ થનાર સમાજ સુરક્ષા સંકુલના 11 છાત્રોનું સન્માન જિલ્લા કલેકટરે કર્યું હતું. 11 વિદ્યાર્થીઓએ રાઇટરની મદદ થકી ધો.10 બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવ્યા હતા. તેમાંથી 2ને ડિસ્ટિંક્શન, 5ને ફર્સ્ટ ક્લાસ અને 4ને સેકન્ડ ક્લાસ મળ્યો હતો.
દિવ્યાંગ કિશોર કિશોરીઓની સિદ્ધિને ધ્યાને રાખીને આમંત્રિત કરી સંકલન સમિતિના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં અભ્યાસસહાયક વસ્તુ આપી સન્માન કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં પહેલી વાર લેપટોપ વડે બ્રેઈલ લિપિમાં રાઇટર વગર ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી 85 ટકા સાથે ઉત્તીર્ણ થનાર પ્રજ્ઞાચક્ષુ યેશા મકવાણાનું પણ સન્માન કરાયું હતું. સાથે બ્રેઈલ લિપિ થકી પરીક્ષા આપનાર આંશિક દ્રષ્ટિહીન વિદ્યાર્થી મોહમ્મદ બુઝર્ગવાલાએ ધો.10માં 62 ટકા મેળવ્યા છે. જ્યારે અંકોડીયાના આયુષ પઢીયાર જે સંપૂર્ણ અંધ છે તેણે ધો.10ની પરીક્ષામાં 70 ટકા મેળવ્યા હતાં તેમનું પણ સન્માન કરાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.