ભાસ્કર વિશેષ:બીસીએ મહિલા ટીમના કેપ્ટનપદેથી યાસ્તિકા ભાટિયા 2 દિવસમાં આઉટ,અમૃતા જોસેફને જવાબદારી સોંપાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યાસ્તિકા ભાટિયા - Divya Bhaskar
યાસ્તિકા ભાટિયા
  • નાગપુરની ટુર્નામેન્ટ પૂર્વે ‌બીસીસીઆઇની મહિલા ટીમના કોચની સૂચનાથી નિર્ણય લેવાયાે

30મી નવેમ્બરથી નાગપુર ખાતે શરૂ થનાર બીસીસીઆઈ સિનિયર મહિલા ઓડીઆઈ લીગ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બીસીએની મહિલા ટીમની કેપ્ટનને બે દિવસમાં જ બદલી નાંખવામાં આવતાં ભારે હોબાળો થયો છે.બીસીએ કહે છે કે બોર્ડના કોચની સુચનાના આધારે આ નિર્ણય લેવાયો છે. બીસીએના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બીસીએ મહિલા ટીમના સુકાની તરીકે પહેલાં આંતરરાષ્ટ્રીય ખેલાડી યાસ્તિકા ભાટિયાની પસંદગી કરવામાં આવી હતી.

પરંતુ બે દિવસમાં જ તેના સ્થાને અમૃતા જોસેફને સુકાની બનાવાતા ટીમના મોરલ પર ભારે અસર પડશે તેમ મનાય છે .બીસીએના એક ટોચના હોદેદારે જણાવ્યું હતું કે ‘ બીસીસીઆઈની મહિલા ટીમના કોચ રમેશ પોવારની આ અંગે સલાહ લેવામાં આવતાં તેમણે યાસ્તિકાને છૂટથી રમવા દેવી જોઈએ અને તેના પર સુકાનીપદનો બોજો ના નાંખવો જોઈએ તેમ કહ્યું હતું.રમેશ પોવાર સાથે વાતચીત થયા બાદ અમે આ નિર્ણય યાસ્તિકાના હિતમાં લીધો છે.

બીસીએમાં એક જૂથ દરેક પસંદગી પ્રક્રિયામાં ચંચૂપાત કરતું હોવાનું પણ મનાઈ રહ્યું છે. મહિલા ટીમમાં ઓચિંતા ફેરબદલ અંગે બીસીએના પ્રવકતા સત્યજિતસિંહ ગાયકવાડનો વારંવાર પ્રયાસ કરવા છતાં તેઓ કોઈ પણ ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટેની વડોદરાની સિનિયર ટીમની પસંદગી પ્રક્રિયા વખતે પસંદગીકારોને ફોન કરવાનો વિવાદ થયો હતો.

આશ્ચર્યજનક વાત તો એ છે કે એક પસંદગીકાર ઘેર પહોંચી ગયા છતાં તેમને ફોન કરવામાં આવ્યો હતો. યાસ્તિકા ભાટિયાની તાજેતરમાં જ બીસીસીઆઇની મહિલા નેશનલ ટીમમાં પસંદ કરવામાં આવી હતી. યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ, વન ડે અને ટી-20માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...