કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટની બે ખેલાડી આજે રાત્રે હવાઇ માર્ગે વડોદરા આવી પહોંચી હતી. જેમનું એરપોર્ટ પર પરિવાર અને ચાહકો દ્વારા ઢોલ-નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર ચાહકો ઉમટ્યા
બર્મિંગહામ ખાતે આયોજીત થયેલ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિલ્વર મેડલ જીતીને દેશ પરત ફરી છે. આ ટીમની બે મહિલા ખેલાડી યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવ આજે રાત્રે હવાઇ માર્ગે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જેમનું વડોદરા એરપોર્ટ ખાતે પરિવારના સભ્યો અને ક્રિકેટના ચાહકો દ્વારા ઢોલ-નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટીમ પ્રેસરમાં હતી
વડોદરા એરપોર્ટ ખાતે યાસ્તિકા ભાટીયાએ જણાવ્યું હતું કે, મને ટીમમાં રમવાનો મોકો મળ્યો એ બહું ખુશીની વાત છે. અમે ગોલ્ડ મેડલ ન જીતી શક્યા અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પરંતુ આગામી વખત વધુ સારુ પ્રદર્શન કરીશું. દેશમાં મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે. ફાઇનલમાં રમતા હોવાથી ટીમ પ્રેસરમાં (દબાણમાં) હતી તેના કારણે કદાચ ચુકી ગયા. ભવિષ્માં આપણે વધુ સારુ રમીશું.
રાધા યાદવે જણાવ્યું હતું કે, ફાઇનલમાં અમે ચુકી ગયા પણ હવે અમે ભવિષ્યમાં વધુ સારુ પરફોર્મન્સ કરીશું. કોમનવેલ્થ ગેમ્સમાં મારા માટે બધી જ મેચ યાદગાર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.