આંદોલન:યજ્ઞ-હનુમાન ચાલીસા કરી આયુષ તબીબોનો વિરોધ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીગેટ આયુર્વેદિક કોલેજ ખાતે સૂત્રોચ્ચાર
  • ​​​​​​​સરકાર માગણી મંજૂર કરે તે માટે પ્રાર્થના કરાઈ

રાજ્યના ઇન સર્વિસ તબીબો દ્વારા એનપીપીએની રકમ રાજ્ય સરકાર દ્વારા નહીં ચૂકવાતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. શુક્રવારે આંદોલનના આઠમા દિવસે પાણીગેટ સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે તબીબોએ યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠ કરી સરકાર તેમની માગણી મંજૂર કરે તે માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

નોન પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉન્સમાં રાજ્ય સરકારે સાતમા પગાર પંચના લાભ નહીં આપી આયુષ તબીબોને આ સુવિધામાંથી બાકાત રાખ્યા છે. આ અંગે રાજ્યના તમામ આયુષ તબીબોએ આંદોલનનું શરણું લીધું છે. તેઓની માગ છે કે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો એક જ પરિપત્ર થતો હતો તે મુજબ થવું જોઈએ, સાથે એલોપેથી ડોક્ટરોને જે સુવિધા મળે છે તેવી જ સુવિધા આયુષ ડોક્ટરોને પણ મળવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...