તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વુડા આવાસોની આડેધડ ફાળવણી બંધ કરે, સોટ્ટા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાયલીમાં લઘુમતીઓને આવાસ અપાતાં વિવાદ, ધારાસભ્ય અને પૂર્વ સરપંચની કમિશનરને રજૂઆત

ભાયલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લઘુમતી કોમના પરિવારોને મકાનો ફાળવાતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લઘુમતી પરિવારોને અન્ય સ્કીમમાં મકાન ફાળવવા રજૂઆતો કરાઈ છે. હિંદુ બહુમતી વિસ્તારમાં લઘુમતીઅોને મકાન અપાતાં ભવિષ્યમાં શાંતિ ડહોળાવાની શક્યતા રહે છે ત્યારે વુડાની જવાબદારી બને છે કે આવાસોની ફાળવણી આડેધડ બંધ કરે, તેમ ધારાસભ્ય શૈલેશ સોટ્ટાઅે કહ્યું હતું. ભાયલીની આવાસ યોજનામાં લઘુમતી કોમના પરિવારોને 126 જેટલાં મકાનો ફાળવાતા સ્થાનિક રહીશોઅુે વિરોધ કર્યો છે.

બીજી તરફ સ્થાનિક રહીશોએ આ પરિવારોને અન્ય સ્થળે મકાન ફાળવાય તે માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી. સોમવારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેેલે મ્યુ. કમિશનર સ્વરૂપ પી.ને લઘુમતી કોમના પરિવારોને અન્ય સ્કીમમાં મકાન ફાળવવા રજૂઆત કરી હતી.

ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પત્રમાં જણાવ્યું છે કે, વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ-2ના ભાયલી ખાતે ટીપી 4ના ફાઇનલ પ્લોટ 180, ટીપી 3 ફાઇનલ પ્લોટ 112 અને 114માં આવાસો બનાવેલાં છે, જેનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોનાં પરિણામ જોતાં લઘુમતિ કોમના વ્યક્તિઓને આ સ્કીમોમાં મકાન ફાળવવામાં આવેલાં છે. આ હિંદુ બહુમતી વિસ્તાર છે. અન્ય કોમના વ્યક્તિઓને મકાન ફાળવવાથી વિસ્તારના રહીશોમાં રોષ છે.

સામાન્ય રીતે વુડાના અધિકારીઓની જવાબદારી બને છે કે, હિંદુ બહુમતી વિસ્તારમાં લઘુમતી કોમના લોકોને મકાન ફાળવવાં જોઈએ નહીં. મકાન લેવાનો લઘુમતિ કોમના લોકોને પણ બંધારણની દૃષ્ટિએ અધિકાર છે, પરંતુ વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાય તે માટે આ પરિવારોને અન્ય સ્થળે આવાસ યોજના બનાવવાં જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો