તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોનો આક્રોશ:વડોદરાના રાજમહેલ રોડ પર જાહેરમાં બોર્ડ પર લખ્યું: 'સત્તા પર આવીને કામ ન કરતા કોર્પોરેટરોએ મોદી સાહેબના નામે વોટ માગવા આવવુ નહીં'

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં રાજકીય પક્ષો અને કોર્પોરેટરો સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે - Divya Bhaskar
વડોદરામાં રાજકીય પક્ષો અને કોર્પોરેટરો સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે
  • 5 વર્ષની સત્તા દરમિયાન વિસ્તારમાં ન દેખાતા કોર્પોરેટરો સામે સ્થાનિકોમાં આક્રોશ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો અને કોર્પોરેટરો સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી હાથ પોળ પાસે કોર્પોરેટરો સામે ગુસ્સો ઠાલવતું લખાણ લખવમાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોર્પોરેટરોએ મોદી સાહેબના નામે વોટ લેવા આવવુ નહીં.

બોર્ડમાં લખ્યું છે કે, કોર્પોરેટરોએ વોટ લેવા માટે આવવુ નહીં
વડોદરા શહેરમાં 5 વર્ષ દરમિયાન વિસ્તારમાં ન દેખાતા કોર્પોરેટરો સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેને લઈને ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ચૂંટણી પ્રચાર માટે જતા ઉમેદવારોને લોકો ઝાકારો આપી રહ્યા છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી સયાજી વિહાર ક્લબ પાસે આવેલી હાથી પોળ પાસે બોર્ડમાં લખાણ લખીને સ્થાનિકોએ કોર્પોરેટરો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લખવામાં આવ્યું છે કે, કોઇ કોર્પોરેટર દેખાય ના અથવા સત્તા ઉપર આવીને કામ ના કરે તે માટે કોર્પોરેટરોએ વોટ લેવા માટે આવવુ નહીં મોદી સાહેબના નામ ઉપર...આમ માણસ...જય શ્રી રામ...જોકે, આ બોર્ડ કોણે લખ્યું તે હજી સુધી જાણી શકાયું નથી.

આ પહેલા શુક્રવારે ઉમેદવારો સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો
વોર્ડ નં-13માં શુક્રવારે ચૂંટણી પ્રચારની ફેરણી માટે નીકળેલા ભાજપના ઉમેદવારો કોઠી ચાર રસ્તા પાસે આનંદપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક સિનિયર સિટીઝનોએ મત માગવા આવેલા ઉમેદવારોની સામે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક સિનિયર સિટીઝનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે, પાંચ વર્ષ અગાઉ જે ઉમેદવારો હતા અને ચૂંટાયા બાદ આ વિસ્તારમાં ક્યારે ફરક્યા જ નથી. આ વાત સાંભળીને હાલના નવા ઉમેદવારોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને હવે અમે નવા ઉમેદવાર છે કોઈપણ તકલીફ હોય તો જણાવજો તેમ કહીને ચૂપચાપ ત્યાંથી નીકળી રહ્યા છે.

નળ જોડાણના પ્રશ્નો પણ કરાયા હતા
વોર્ડ નં-18માં પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને ઉમેદવાર વસાહતોમાં લોકસંપર્ક માટે ગયા હતા, ત્યારે પણ તેઓને પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિક રહીશોએ પીવાના પાણીની તેમજ નળ કનેકશનો કાયદેસર કરી આપવા માટે નાણાં ભરપાઇ કર્યા છે છતાં કોઇ કાર્યવાહી થતી નથી તે અંગે રજૂઆતો કરી હતી.

ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવાનો વખત આવ્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર ઉમેદવારો દ્વારા જોરશોરથી શરૂ થઇ ગયો છે. લોકોનો રોષ ચૂંટાયા પછી ન દેખાયેલા અને પુનઃ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો તેમજ નવા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવાનો વખત આવ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર યાત્રા કાઢીને કે પછી ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરીને મતની માગણી કરી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટાભાગના નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ પ્રચાર માટે જાય છે તો પાંચ વર્ષમાં નિષ્ક્રિય રહેલા કોર્પોરેટરોને કારણે નવા આવેલા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવાનો વખત આવ્યો છે. લોકો પોતાના મતની કિંમત સમજાવતા હોય તેમ નેતાઓને પૂછી રહ્યા છે કે જીત્યા પછી કેમ દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો