તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંડરવાડામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ: 250 જેટલા ચકલીના માળાનું વિતરણ કરાયું

મલેકપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનપુર: તાલુકાના પાંડરવાડા ગામના સામાજિક કાર્યકર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંતરિયાળ વિસ્તારની સ્કુલ, પોલીસ સ્ટેશનમાં 250 જેટલા ચકલીના માળાનું વિતરણ કર્યું હતુ. ૨૦મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે પાછલા વર્ષોમાં ચકલીની સંખ્યા લુપ્ત થતી જાય છે. ત્યારે પંખીનું મહત્વ સમજી તેની જાણવણી કરવાનું અભિયાન એ  આપણો ધર્મ છે.ખાનપુર ખાનપુરના પાંડરવાડા ગામના શિક્ષિત યુવાન હાર્દિક પંચાલ, દક્ષેશ પંચાલ, પ્રતીક પ્રજાપતિ અને સાગર પંચાલ દ્વારા આજે અંતરિયાળ વિસ્તારની ૫૦ જેટલી સ્કૂલોમાં, પોલીસ સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી તથા લોકોના ઘરે જઈને 250 જેટલા ચકલી ઘરનું વિતરણ કર્યું હતુ. પક્ષીઓ બચાવવા ઘણી  મહેનત ચાલે છે.

ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી કરવાની શરૂ કરી
લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માળા, કુંડા જોવા મળે છે. હાલ ચકલીઓની સંખ્યા માં 80 ટકા ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહિ આવે તો માત્ર તસવીરોમાં જ સમાઈ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન બર્ડસ ભારતનાજુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાખી છે આથી રિસાયેલી ચકલી આપણે માનવવી પડશે. ચકલી પ્રેમી અને પક્ષી વેદોની જેમ જ લોકોમાં જાગૃતિ આવે છે.પોતાના ઘર, સ્કુલ- કોલેજ અને મંદિરમાં ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી કરવાની શરૂઆત થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઈ છે. આમ ખાનપુર તાલુકાના યુવાન હાર્દિક પંચાલ દ્વારા ચકલી સંખ્યામાં વધારો થાય તેવી પ્રવૃતિને ૨૦મી માર્ચના રોજ વલ્ડ સ્પેરો ડે ની ઉજવણી સ્કૂલોમાં ચકલી ઘર આપી ઉજવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...