સન્માન:કોરોનામાં ઉત્કૃષ્ટ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિલિપસિંહ મહેન્દ્રસિંહ 
ગોહિલનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડન દ્વારા સન્માન કરાયું - Divya Bhaskar
રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિલિપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડન દ્વારા સન્માન કરાયું

કોરોનાની મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ સમાજ સેવાકીય કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના પ્રદેશ પ્રમુખને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે સતત લોકોની વહારે જઇને સમાજ સેવા કરતા રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિલિપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડન દ્વારા તેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી તેઓને સર્ટિફિકેટ ઓફ કમીટમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે, જે આપણા ગુજરાત તથા વડોદરા માટે ગૌરવની વાત છે.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી તેઓને સર્ટિફિકેટ ઓફ કમીટમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી તેઓને સર્ટિફિકેટ ઓફ કમીટમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્લેગ જેવી મહામારી હોય કે પછી કોઇપણ પ્રકારની કુદરતી આપદા સમયે, જરૂરિયાતમંદો પરીવારની કન્યાઓના લગ્ન હોય હંમેશાં રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા હંમેશાં જનતાને પડખે ઉભા રહી તેઓને મદદ કરવામાં આવી છે. આજે તેઓને કોરોનાકાળમાં કરાયેલ ઉત્કૃષ્ટ સમાજસેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે બદલ વલ્ડ બુક ઓફ રેકોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગાંધીનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...