તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કામના ભારણથી ત્રાસેલા મેનેજરે ફાંસો ખાઈ લીધો, વાસણા-ભાયલી રોડ પર સ્પિંગ રિટ્રીટનો બનાવ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમનો દરવાજો બંધ કરી અંતિમ પગલું ભર્યું

વાસણા-ભાયલી રોડ પર રહેતા 51 વર્ષના આધેડ વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આધેડે કામનું ભારણ હોવાથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે.શહેરના વાસણા-ભાયલી રોડ પર સ્પિંગ રિટ્રીટ-2માં 51 વર્ષના ડિમ્પલભાઈ મહેતા રહેતા હતા. તેઓ ધુવારણની ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.

મંગળવારે સવારે તેઓ પોતાના મકાનમાં કામગીરી કરી રહ્યા હતા તે સમયે રૂમનો દરવાજો બંધ કરી ડિમ્પલભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીએ દરવાજો ખખડાવતાં તેઓએ દરવાજો ખોલ્યો નહતો. ત્યારબાદ ડિમ્પલભાઈની પત્નીએ બૂમાબૂમ કરી પાડોશીઓને બોલાવ્યા હતા. તેઓએ ધક્કો મારી દરવાજો ખોલતાં ડિમ્પલભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કામના ભારણના કારણે ડિમ્પલભાઈએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો