તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Working Women Of Vadodara Took A Loan Of Rs 4 Crore When A Businessman Like Mallya Choksi Scammed Crores, Not A Single Defaulter In 26 Years

સેવિંગ સ્ટોરી:માલ્યા-ચોક્સી જેવા ઉદ્યોગપતિએ કરોડોનું કૌભાંડ કર્યું ત્યારે વડોદરાની શ્રમજીવી મહિલાઓએ 4 કરોડની લોન લીધી, 26 વર્ષમાં એકપણ ડિફોલ્ટર નહીં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં 150 મહિલા સભ્યોના પતિને કોરોના થયો, 60નાં મોત નીપજ્યાં, રાતોરાત લોન અપાઇ

વડોદરાના કડક બજાર વિસ્તારમાં શાકભાજી વેચાણ કે અન્ય નાના મોટા વ્યવસાય કરતી શ્રમજીવી મહિલાઓની કમાણી તેમના પતિ શરાબના નશામાં ઉડાવી દેતા હતા. 1990ના દાયકામાં વકીલ વિભૂતિબેન વ્યાસે આ મહિલાઓમાં બચતની ટેવ પડે એ માટે બચત મંડળી શરૂ કરી હતી. 1995ના ડિસેમ્બરમાં ઇન્દ્રપુરી ભગિની સમાજ ટ્રસ્ટના નામે શરૂઆત કરી હતી. પહેલા દિવસે 28 સભ્યો અને રૂ. 10ના શેરથી રૂ.3000ના ભંડોળ સાથે મંડળી શરૂ થઇ હતી. આજે આ મંડળી શ્રી લક્ષ્મી મહિલા ક્રેડિટ સહકારી મંડળી તરીકે જાણીતી બની છે.

અત્યારનું ધિરાણ 4,28,40000 રૂપિયા છે અને ભંડોળ 1.57 કરોડ જેટલું છે. જ્યારે રૂ.2.67 કરોડની થાપણો છે. છેલ્લા 26 વર્ષોમાં આ મંડળીમાંથી ધિરાણ મેળવનાર એક પણ મહિલા ડિફોલ્ટર થઇ નથી. હાલમાં આ મંડળીની ઓફિસમાં 6 જણ કામ કરે છે. તમામ મહિલાઓ જ છે. વિભૂતિબહેન કહે છે કે, બહેનો સિવણ, ભરતગૂંથણ સહિતના કામો શીખવવાનો શરૂ કર્યું. જેના દ્વારા ઘણી બહેનો પગભર બની. આવડત, બુદ્ધિ બધામાં હોય છે, યોગ્ય દિશામાં વાળીને તક આપવાની જરૂર હોય છે.’

કોરોનાના પહેલા બે વેવમાં આ ટ્રસ્ટની મંડળીના કુલ 2800 પૈકીની 150 મહિલા સભ્યોના પતિને કોરોના થયો. અને તે પૈકીના 60ના મહિલાઓએ પતિ ગુમાવ્યા હતા. વિભૂતિબહેન કહે છે કે, આવી મહિલાઓએ જ્યારે અમને મદદનું કહ્યું તો અમે તેમને સહાય મળી રહે તે માટે મદદ પણ કરી છે. કેટલાક સભ્યો એવા હતા કે તેમની પાસે રોજગારી ન હતી પણ અમને વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ નાણા ભરપાઇ કરશે. અમે તેમને ખાસ કિસ્સાઓમાં કેટલીક છૂટછાટ પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...