શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ પર છાશવારે થતા અકસ્માતને પગલે અનેક વાહન ચાલકોના વાહન અકસ્માતમાં મોત નીપજી રહ્યા છે. ત્યારે આ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માગ સાથે સામાજિક કાર્યકર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી અમિતનગર સુધીનો રોડ અકસ્માત ઝોન બન્યો છે. ઓવર સ્પીડના કારણે વીઆઈપી રોડ પર છાશવારે નાના મોટા અકસ્માત થાય છે. તાજેતરમાં 29મી નવેમ્બરમાં રોજ વીઆઇપી રોડ પર બાઇક સવાર બે યુવકો ડિવાઈડરમાં ભટકાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.
જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સોમવારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે વુડા સર્કલ નજીક આમરણાંત ઉપવાસ શરૂ કરી સ્પીડ બ્રેકર ન બને ત્યાં સુધી ઉપવાસ પર બેસી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. જોકે ઉપવાસ પર બેસેલા સામાજિક કાર્યકરની પોલીસે અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.