વિરોધ:શંકર પેકેજિંગમાં કામદારોએ કંપની બહાર સૂત્રોચ્ચાર કર્યાં

વાઘોડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયાની કંપનીમાં ફરજ દરમિયાન કર્મીના મોત બાદ હોબાળો
  • કંપની દ્વારા વળતર આપવાની તજવીજ હાથ ન ધરાતા વિરોધ

વાઘોડિયાના ખંધા રોડપર આવેલ જીઆઇડીસીની શંકર પેકેજીંગ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં નરેન્દ્રભાઇ ભારતભાઈ પરમાર ઉ.37 રહે વસવેલ તા. વાઘોડિયાનાઓનુ રવીવારે ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજ્યુ હતુ.બે સંતાનના પિતાના મોતથી પરીવારનો મોભી એવો જવાન દિકરાના મોતથી પરીવાર પર દુખનો ડુગર તુટી પડ્યો હતો.

પોતાના વૃધ્ધાવસ્થાનો સહારો એવો પુત્રના મોતથી શંકર પેકેજીંગ કંપની તરફથી કોઈ માણસાઈ રાખી વળતર મળે અને કંપની પરીવાર સાથે વાટાઘાટો કરે તેવી આશા પર પાણી ફરી વળ્યુ છે.ઘટના બીજા દિવસે રાત સુધી પરિવારે મૃતદેહ નહિ સ્વીકારતા કંપની તરફથી કોઈ પ્રકારનુ વળતર આપવાની વાતચીત કરાઈ નથી.

સમાજીક આગેવાન લાખન દરબાર આવી પરીવારને સાંત્વના આપ્યાબાદ પરીવારની સાથે તમામ શંકર પેકેજીન યુનિટ 1416ના કામદારો, તમામ યુનીયનો ગરીબ પરીવાર સાથે રહિ કુલ 2500 ઊપરાંત કામદારો પોતાની મરજી પ્રમાણે પાંચસો કે બસોનો ફાળો કરી એક રકમ પરીવારને સુપરત કરશે, પરંતુ કંપનીએ માનવતા નહિ બતાવતા આક્રોશ સાથે આજે અન્ય પાંચ યુનિટો આ પરીવારના સહકારમા જોડાઈ કામથી અળગા રહેવાની જાહેરાત કરી હતી.

મૃતકની માતાનો વિલાપ અમારો છોકરો પાછો આપાે
મારા છોકરાના બે સંતાન નાના છે અમારે કમાવનાર કોઈ નથી કંપની મદદ ના કરે તો અમે કાલે લાશ કંપનીમાં મૂકશું અમને અમારો છોકરો હતો એવો પાછો આપે.

અન્ય સમાચારો પણ છે...